Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd October 2019

કંડલા સ્પેશિયલ ઇકોનોમિક ઝોનની દવાનો પાવડર બનાવતી કંપનીમાં આગ ભભૂકી

ભુજ : પૂર્વ કચ્છ ના કંડલા સ્પેશિયલ ઇકોનોમિક ઝોનની દવાનો પાવડર બનાવતી કંપનીમાં આગ ભભૂકી છે

જાણવા મળ્યા મુજબ કેવલ એક્સપોર્ટ નામની દવાના પાઉડર બનાવતી કંપનીમાં આગ લાગી છે દવાનો પાઉડર બનાવતા મશીનમાંથી સ્પાર્ક બહાર ઉડતા મશીનના સ્પેરપાર્ટમાં આગ લાગતા નાશભાગ  મચી છે આગની ઘટનાની જાણ થતા તાત્કાલિક ધોરણે  ફાયર બ્રિગેડ દ્વારા  આગ પર કાબુમાં લેતા મોટી દુર્ઘટના ટળી છે કંપનીની બંને બાજુમા કાપડ અને પ્લાસ્ટિકની  કંપનીઓ કાર્યરત છે

(10:59 pm IST)