Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd October 2019

અબડાસાના કોઠારા ગામ પાસે હથિયાર બનાવાની મીની ફેકટરી ઝડપાઇ : સિકંદર મીઠું બાવા પઢિયારની ધરપકડ

ખુશ્બુ કાર્બન ઇન્ડસ્ટ્રીઝ નામની ફેક્ટરીમાં દરોડો : બંદૂક અને ભાલા સહિતના હથિયારો જપ્ત

ભુજ : આજે સાંજે પશ્વિમ કચ્છ એલ.સી.બી. તથા એસ. ઓ.જી. એ જારી કરેલી વિગતો મુજબ આઇ.જી. ની સૂચનાથી પોલીસ ની બંને શાખાની ટીમો દરિયાઈ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી ત્યારે નલિયા કોઠારા હાઈવે પર આવેલ ખુશ્બુ કાર્બન ઇન્ડસ્ટ્રીઝ નામની ફેક્ટરીમાં ગેરકાયદે બંદૂક તેમજ અન્ય હથિયારો બનાવતા હોવાની બાતમી મળતા છાપો મારી એલ.સી.બી. અને એસ.ઓ.જી. એ બંદૂક અને ભાલા સહિતના હથિયારો બનાવવાની સામગ્રી કબ્જે કરી મૂળ નુધાતડ અને હાલે ભુજ રહેતાં સિકંદર મીઠું બાવા પઢિયારની ફેક્ટરી હોવાનું અને ધરપકડ થઈ છે તેવું જાણવા મળી રહ્યું છે.*

(10:58 pm IST)