Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd October 2019

જુનાગઢ, માંગરોળ, પંથકમા ધોધમાર વરસાદથી તૈયાર પાકને નુકસાન :ફરીથી પાક વીમાનું સર્વે કરવા માંગણી

મગફળી અને પશુના ઘાસચારાને વ્યાપક નુકશાન : તૈયાર પાક નિષ્ફળ જતા ખેડુતોમા નિરાશા

જુનાગઢ, માંગરોળ, પંથકમા ધોધમાર વરસાદથી ખેડુતોના તૈયાર પાકને નુકસાન થયું છે. મગફળી અને પશુના ઘાસચારાને વ્યાપક નુકશાન થયું છે.ત્યારે  ફરીથી પાક વીમાનું સર્વે કરવા ખેડુતોએ માંગ કરી છે. ચાલુ વર્ષમાં પાક વિમાનું સર્વે કરાયો હતો. ત્યારે પચીસ ટકા જેટલો મગફળીનો પાક સલામત હતો પરંતુ હાલમાં વરસાદ થતાં આ પાક પણ ફેઈલ થતાં ખેડુતોએ ફરીથી સર્વે કરવાની માંગ કરી છે.

 ચાલુ વર્ષ દરમીયાન સારો વરસાદ થતા ખેડુતોના ચોમાસાનો મગફળી સહીતનો પાક સારો થયો હતો. પરંતુ વરસાદની સિઝન લાંબી ચાલતા અને સતત વરસાદ પડતા તૈયાર પાક નિષ્ફળ જતા ખેડુતોમા નિરાશા વ્યાપી છે. સારા ચોમાસા બાદ તૈયાર પાકને નુકશાન થતા ખેડુતોની આશા પર પાણી ફરી વળ્યુ છે.

 સરકાર દ્રારા હાલ આ નુકશાન મામલે જીલ્લા પંચાયત પ્રમુખ દ્રારા સરકારને રજુઆત કરાશે તેવું જીલ્લા પંચાયત પ્રમુખે જણાવાયું છે. હાલમાં ખેડુતોમાં નુકશાનનું તાત્કાલિક વળતર મળે તેવી માંગ ઉઠી છે. જયારે ખાસ કરીને જોઇએ તો વરસાદની સિઝન લાંબી ચાલવાથી પચાસ ટકાતો નુકશાની હતી.પરંતુ પાછળથી મગફળી નીકળી ગયા બાદ હાલમાં પડેલા વરસાદે ખેડુતોને સો ટકા પાક ફેઇલ કરી તારાજ કરી નાખ્યા છે.

(10:01 pm IST)