Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd October 2019

જૂનાગઢના માંગરોળ તેમજ આસપાસના ઘનઘોર વાદળો સાથે ધોધમાર વરસાદ

વરસાદે ખેડૂતોની મુશ્કેલીમાં વધારો કર્યો

જૂનાગઢના માંગરોળ તેમજ આસપાસના વિસ્તારોમાં કાળા ડિબાંગ વાદળો સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો ..દિવાળીનો તહેવાર નજીક આવતા જ વરસાદ પડતા વાતાવરણમા ઠંડક તો ફેલાઈ છે પરંતુ ખેડૂતોની ચિંતા વધી છે..શિયાળુ વાવેતર કરવા માટે ખેડૂતોએ ખેતરો તૈયાર કરવાના બાકી હતા ત્યાંજ વરસાદે ખેડૂતોની મુશ્કેલીમાં વધારો કર્યો છે.

(1:45 pm IST)