Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd October 2019

સુરેન્દ્રનગર જીલ્લામાં ડેંન્ગ્યુનો કહેરઃ ૨૫૦૦ કેસ!

જીલ્લા ભાજપના પ્રભારી કુંવરજીભાઇ બાવળીયાને પણ અસર

સુરેન્દ્રનગર તા. ૨૨:  જિલ્લા માં રોગચાળો વકર્યો છે.ત્યારે હાલ જિલ્લા માં વરસાદે વિરામ લીધો છે.ત્યારે હજુ પણ જિલ્લા માં વરસાદી પાણી નો નિકાલ થયો નથી.અને વળી પાછી ભૂગર્ભ ગટર પણ જિલ્લા ના શેરીઓ ખાચાઓ માં છલકાઈ રહી છે.ત્યારે ભૂગર્ભ ગટરના ખરાબ પાણી ન ભરાવવા ના કારણે મચ્છર નો ઉપદ્રવ વધ્યો છે.

જિલ્લા માં વરસાદી પાણી ના ભરાવવા ના કારણે જિલ્લા ના દવાખાનાઓ પર લોકો નો ઘસારો જોવા મળી રહો છે.ત્યારે જિલ્લા ના ઘેર ઘેર માંદગી ના ખાટલાઓ જોવા મળી રહા છે.ત્યારે ખાસ કરી જિલ્લા ના અનેક વિસ્તારોમાં અને છેવાળા ના વિસ્તારમાં વરસાદ બાદ પણ હજુ વરસાદી પાણી નો ભરાવો રોડ ઉપર થયો છે.જેના કારણે મચ્છર જન્ય જિલ્લા માં રોગ ચાળો ફાટી નીકળ્યો છે.

ત્યારે સુરેન્દ્રનગર જિલ્લા માં ડેંગ્યુ ના કેસો માં વધારો થયો છે ત્યારે જિલ્લા માં ૨૫૦૦ થી પણ વધુ ડેંગ્યુ ના પોઝીટીવ કેસો નોંધાતા ચકચાર મચી જવા પામ્યો છે. ત્યારે જિલ્લા માં ડેંગ્યુ ના દર્દીઓ થી હોસ્પિટલમાં ઉભરો થયો છે. ત્યારે હાલ મળતી વિગત અનુસાર હાલ સુરેન્દ્રનગર જિલ્લા માં ભાજપ ના પ્રભારી કુંવરજીભાઇ બાવળિયા ને ડેંગ્યુ ની અસર થતા તત્કિલક હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવીયા હતા.ત્યારે હાલ કુંવરજીભાઇ ને ડેંગ્યુ ની અસર થતા જિલ્લા માં ચકચાર મચી જવા પામ્યો છે..

(1:00 pm IST)