Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd October 2019

મોરબી નવયુગ વિદ્યાલયને ૨૦ વર્ષ પૂર્ણઃ દ્ધિ દશાબ્દી મહોત્સવ

મોરબી,તા.૨૨: શિક્ષણ ક્ષેત્રે અગ્રગણ્ય નવયુગ ગ્રુપ ઓફ એજયુકેશન પ્રથમ સોપાન નવયુગ વિધાલયને ૨૦ વર્ષ પૂર્ણ થતા ભવ્યાતિભવ્ય દ્વિદશાબ્દી મહોત્સવનું આયોજન કરેલ છે ૨૦ વર્ષ પૂર્વે વર્ષ ૧૯૯૯ માં એક બીજ સ્વરૂપે રોપાયેલ નવયુગ વિધાલય વિશાલ વટવૃક્ષ બનીને અડીખમ ઉભી છે જેમાં સંસ્થાની શરૂઆત થઇ ત્યારથી અત્યાર સુધી ચાલેલા જ્ઞાનયજ્ઞમાં સહભાગી થયેલ વિદ્યાર્થીઓ, વિદ્યાર્થીઓના અભ્યાસ અને જીવન દ્યડતરમાં પોતાનું નિષ્ઠાપૂર્વકનું અમુલ્ય યોગદાન આપનાર વિદ્યાગુરુઓ તેમજ સંસ્થા સાથે પારિવારિક ભાવનાથી જોડાયેલ સંસ્થાના અન્ય સદસ્યો પ્રત્યે કૃતજ્ઞતા વ્યકત કરવાના ઉમદા હેતુ સાથે આ અનન્ય મહોત્સવનું આયોજન થયેલ છે

૧૯૯૯ માં માત્ર છ વર્ગખંડો સાથે શરુ થયેલ આ સંસ્થાના અલગ અલગ વિભાગો (નવયુગ વિધાલય, નવયુગ શૈક્ષણિક સંકુલ, નવયુગ કરિયર એકેડમી) માં આજે ૧૦ ડીગ્રીલક્ષી અને ૧૫ કારકિર્દીલક્ષી એમ કુલ મળીને ૨૫ જેટલા અભ્યાસક્રમો ચાલે છે જેમાં પા પા પગલીથી લઈને પગભર થવા સુધીનું શિક્ષણ પૂરું પાડવામાં આવે છે

સંસ્થામાં અત્યાર સુધીમાં ૧૫,૦૦૦ થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરીને પોતાની સફળ કારકિર્દીરૂપી કેડી કંડારી છે નવયુગ ગ્રુપ ઓફ એજયુકેશનમાં હાલમાં ૫૫૦૦ થી વધુ વિદ્યાર્થીઓ ઉત્ત્।મ શિક્ષણ પ્રાપ્ત કરી રહ્યા છે તેમજ ૩૦૦ થી વધુ કર્મચારીગણ પોતાની ઉત્કૃષ્ટ ફરજ બજાવી રહ્યા છે મહોત્સવમાં ઉપસ્થિત રહેવા માટે ૬૪૦૦ થી વધુ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે

ગેલેરી પ્રદર્શન, ખાસ સેલ્ફી ઝોન આકર્ષણ જમાવશે

મહોત્સવમાં નવયુગ ગેલેરી દ્વારા સંસ્થાના જુના સંસ્મરણોને તાજા કરવામાં આવશે તેમજ પ્રાચીન કલાત્મક વસ્તુઓના પ્રદર્શન દ્વારા આપણી સંસ્કૃતિની ઝલક આપવામાં આવશે તેમજ સેલ્ફી ઝોન દ્વારા વર્તમાનની ક્ષણોને કચકડે કંડારશે સાથે ગુજરાતના સુપ્રસિદ્ઘ લેખક અને વકતા જય વસાવડાનું વકતવ્ય યોજાશે

મહોત્સવમાં સાંસ્કૃતિક કાર્યક્રમોની જમાવટ થશે જ સાથે સંસ્થાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ જેને વિશેષ સિદ્ઘિ હાંસલ કરી હોય તવા વિદ્યાર્થી અને કર્મનિષ્ઠ કર્મચારીઓનો સન્માન સમારોહ, મન કી બાત કાર્યક્રમ દ્વારા વિદ્યાર્થીઓ અને વિદ્યા ગુરુઓ પોતાના મંતવ્યો, સંસ્મરણો અને અનુભવો રજુ કરશે અને બાદમાં સ્નેહ ભોજન અને રાસ ગરબાની રમઝટ જામશે.

 આ મહોત્સવ અંતર્ગત નવયુગ વિધાલયના વધુમાં વધુ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અને કર્મચારીઓ જોડાય તેવી અપીલ સંસ્થા પ્રમુખ પી ડી કાંજીયાએ કરી છે વધુ માહિતી માટે સંસ્થાના સંપર્ક નંબર ૯૮૭૯૦ ૯૭૫૨૦ પર સંપર્ક કરવા યાદીમાં અનુરોધ કર્યો છે.

(12:58 pm IST)