Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd October 2019

તળાજામાં પ્રાથમિક શિક્ષણ મેળવનાર શહીદ પોલીસ જવાનનું સ્મારક ખુલ્લું મુકાયુ

ભાવનગર તા.૨૨: તળાજાની કેન્દ્રવર્તી શાળા-૩માં અભ્યાસ કરી ગયેલા અને ભાવનગર પોલીસ વિભાગમાં પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા સમીર હબીબભાઈ કોઠારીયા લૂંટના આરોપી ભુપત આહીરની તપાસ અર્થે સાથી પોલીસ કર્મીઓ સાથે ગયેલ હતા.પરત ફરતી વેળાએ કાર નો અકસ્માત થતા ચાર પોલીસ કર્મીઓના અકાળે અવસાન થયેલ.તેમાં ગત.તા.૨૮/૪/૧૧ ના રોજ શહીદ થયેલ હતા.

તેને લઈ આજે તા.૨૧ ઓકટોબર ના રોજ સમગ્ર દેશમાં પોલીસ શહિદ દિવસ તરીકે ઉજવાતો હોય જિલ્લા પોલીસ વડા દ્વારા શહીદ થયેલ ચારેય પોલીસ જવાનો એ જયાં પ્રાથમિક શાળામાં અભ્યાસ કરેલ હોય ત્યાં તેમના નામનું શહીદ સ્મારક બનાવવા આપેલ સૂચનાના ભાગ રુપે તળાજા ની કેન્દ્રવર્તી શાળા-૩ ખાતે તળાજા પોલીસ દ્વારા લોકફાળો ઉદ્યરાવી સ્મારક ઉભું કરવામાં આવેલ.

જેને આજે કાર્યક્રમ ના મુખ્ય મહેમાન મહુવા ધારાસભ્ય આર.સી.મકવાણાના અધ્યક્ષ સ્થાને ખુલ્લું મુકવામાં આવેલ. સાથે તળાજા ધારાસભ્ય કનુભાઈ બારીયા, નગર અધ્યક્ષ દક્ષાબાઙ્ગ સરવૈયા, મામલતદાર ઝીલ પટેલ, શહીદ પો.કો.સમીરભાઈ કોઠારીયા ના પરિવાર જનો,મહુવા ડિવિઝનના પોલીસ મથકના તમામ પોલીસ અધિકારીઓ, દાતાઓ,ઉપસ્થિત આગેવાનો એ પુષ્પાઅંજલી આપી હતી. શહીદ ના પરિવાર જનો આસમએ આંસુરોકી શકયા નહતા. મહિલા પો.સ.ઇ સોલંકી એ શહીદને પરેડ યોજી સલામીઆપી હતી.

અવસરને અનુ:પ વિભાગીય પોલીસ વડા જાડેજા એ પ્રસંગ ને અનુ:પ વકતવ્ય આપવાની સાથે ભાવનગર પોલીસ સતત લોકોની સાથેજ છે. જ:ર જણાયે પોલીસની ગમે ત્યારે મદદ માગવા જણાવ્યું હતું.

ધારાસભ્ય કનુભાઈ બારીયા એ શહીદ ના પરિવાર જનોને સાચી શ્રધ્ધાંજલિ ત્યારેજ આપી કહેવાય જયારેઙ્ગ સહાનુભૂતિ સાથે સામાજિક અને આર્થિક રિતેપણ સહકર આપીએ.ભાવનગર પોલીસ ના આ નિર્ણયને વધાવી હતી.

મામલતદાર ઝીલ પટેલ પોલીસ કપરી સ્થિતિ માં કામ કરી રહીછે. આવતી પેઢીમાટે પ્રેરણાદાયી કાર્ય થયુ છે.

કાર્યક્રમના અધ્યક્ષ આર.સી મકવાણા એ શહીદ સ્મારક બનાવવામાં આવેલ તે સમાજ અને પોલીસ માટે હોસલો વધારશે. સમાજમાં જાગૃતો લાવશે. આત્માને શાંતિ માટે પ્રાર્થના કરી હતી.

શહીદના પરિવાર જનોને સ્મૃતિ ચિન્હ,શાલ ઓઢાડી પ્રોત્સાહિત અને સન્માનિત કરવામાં આવેલ.જયારે સમીરભાઈ કોઠારીયાના સસરા મહમદભાઈ વડીયા (બોટાદ) દ્વારા પોલીસ ને આભાર સ્વ:પે શાલ ઓઢાડી કાર્યક્રમને બિરદાવેલ.

આભારવિધિ ઇન્ચાર્જ પો.ઇ. જે.પી.ગઢવી એ કરેલ. આ કાર્યક્રમમાં શાળા ના વિદ્યાર્થીઓ, શિક્ષક ગણ, વિવિધ ક્ષેત્રના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.(

(11:52 am IST)