Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd October 2019

ભાવનગરમાંથી ચરસ તથા ગાંજાના જથ્થા સાથે એકને ઝડપી લેતી ભાવનગર પોલિસ

 ભાવનગર, તા.૨૨:ગુજરાત રાજયના પોલીસ મહાનિદેશન અને મુખ્ય પોલીસ અધિકારી દ્રારા ગુજરાત રાજયમાં એ.ટી.એસ.ના માર્ગદર્શન હેઠળ માદક પદાર્થના ગેરકાયદેસર વેચાણ અને વહન અંગેના કેસો કરવા અને તેવા પદાર્થ શોધી તેનું ગેરકાયદેસર વેચાણ કરતા ઇસમો સામે કાયદેસર કાર્યવાહી કરવા અંગેની એક ખાસ ડ્રાઇવનું આયોજન ચાલી રહેલ છે.ઙ્ગ

જે અનુસંધાને ભાવનગર જીલ્લાના પોલીસ અધિક્ષકશ્રી જયપાલસિંહ રાઠૌર એઙ્ગ ભાવનગર એસ.ઓ.જી. શાખાને જીલ્લામાં થતા નાર્કોટીકસ પદાર્થોની હેરા ફેરી-વેચાણ ઉપર વોચ રાખી કાયદેસર કાર્યવાહી કરવા સુચના આપેલ જે આધારે એસ.ઓ.જી. શાખાના પોલીસ ઇન્સ્પેકટર એસ.એન.બારોટ તથા પોલીસ સબઙ્ગ ઈન્સ. એચ.એસ.ત્રિવેદીની સૂચના અને માર્ગદર્શન હેઠળઙ્ગ એસ.ઓ.જી. પોલીસને મળેલ બાતમી હકિકત આધારે એસ.ઓ.જી. સ્ટાફેઙ્ગ વિજયસિંહ ઉદયસિંહ જાડેજાઙ્ગ ઉ.વ. ૬૩ઙ્ગ રહેવાસી શેરી નંબર ૨, નવી ગરાસીયા વાડ વડવા ભાવનગર વાળાના રહેણાંકી મકાને નાર્કોટીકસ અંગે રેઇડ કરતા મજકુર આરોપીના રહેણાંકી મકાનમાંથી ચરસ ૫૦ ગ્રામ તથા ગાંજાના પડીકાં -૧૬ તથા બીજો છૂટો ગાંજાનો જથ્થોઙ્ગ મળી આવેલ જે ચરસ તથા ગાંજાનો જથ્થો કબ્જે કરી મજકુર આરોપી સામે NDPS એકટ તળે કાયદેસર કાર્યવાહી આરોપી સામે એસ.ઓ.જી.ના પોલીસ સબ ઈન્સ. એચ. એસ. ત્રિવેદી એઙ્ગ ફરિયાદ આપી નિલમબાગ પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજીસ્ટર કરાવેલ છે.

આ સમગ્ર કાર્યવાહી દરમ્યાન FSL ભાવનગર ના અધિકારીશ્રી આર.સી. પંડ્યા સાહેબ દ્વારા નાર્કોટિકસ પદાર્થોનું સ્થળ પરીક્ષણ કરી જ:રી માર્ગદર્શન પૂરું પાડવામાં આવેલ હતું.ઙ્ગ

આ કામગીરીમાં એસ.ઓ.જી.ના પોલીસ ઇન્સ્પેકટરશ્રી એસ.એન.બારોટ ની રાહબરી નીચે એસ.ઓ.જી. ના પોલીસ સબ ઈન્સ. એચ.એસ.ત્રિવેદી તથા સ્ટાફ નાઙ્ગ જગદીશભાઈ મારુઙ્ગ તથા યુસુફખાન પઠાણ તથા વિજયસિંહ ગોહિલ તથા બલવિરસિંહ જાડેજા તથા હરેશભાઈ ઉલવા તથા બાવકુદાન ગઢવી તથા યોગીનભાઇ ધાંધલ્યા તથાઙ્ગ હારીતસિંહ ચૌહાણ તથા પાર્થભાઇ પટેલ જોડાયા હતા.

(11:47 am IST)