Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd October 2019

બીએપીએસ સંસ્થાના ૧૦૦ થી વધુ સંતો તળાજાના પ્રસાદી જગ્યાના દર્શને

 ભાવનગર તા.૨૨: ભાવનગર જિલ્લાની તળાજા ઐતિહાસિક  નગરી છે. ભકતકવિ નરસિંહ મહેતાની જન્મ ભૂમિછે તો દુનિયા માં સૌપ્રથમ સમૂહલગ્ન અહીંના રાજવી એ કરાવ્યા છે.ભગવાન સ્વામિનારાયણ સ્વંય અહીં પધારેલ હોય બીએપીએસ સંસ્થાના એકસો થી વધુ સંતો એ અહીં આવી પ્રસાદીની જગ્યાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

સ્વામિનારાયણ સંપ્રદાયના એકસોથી વધુ સંતોના પગલાં રવિવારના રોજ તળાજા ખાતે પડ્યા હતા. અહીં આસંતો એટલે આવ્યા હતાકે અહીંના ઉપલા.મંદિરે સ્વંય ભગવાન સ્વામિનારાયણ પધારેલ હતા. આજે પણ પ્રસાદીની જગ્યા છે. પગલાં છે. સંતો એ તળાજા આ જગ્યાના દર્શન કરી તળાજા ની ધરા ધન્ય હોવાની પ્રતીતિ કરી હતી.

સ્વામિનારાયણ ભગવાન ગોપનાથ ખાતે પણ ગયાહોઈ તે સ્થળના પણ સંતોએ દર્શન કરેલ હતા.

સહકાર મળેતો ભવ્ય મંદિર સાથે વિકાસ થાય તેમ છે

સ્વામિનારાયણ સંપ્રદાયના અહીંના આગેવાન હરિભકત અશ્વિનભાઇ એ જણાવ્યું હતુંકે તળાજા ઉપલા મંદિર ની જગ્યા એ પ્રસાદી ની જગ્યા છે. ભગવાન અહીં સ્વંય પધારેલ હોય ખૂબ મહત્વ છે. સાથે અહીં ખસિયાના કુળદેવીમા કાળકાનું ંમદિર આવેલું છે.સંબધિત અને સ્થાનિક લોકો નો સહકાર મળે તો આ પાવન અને ઐતિહાસિક જગ્યા નો વિકાસ થાય તેમ છે.ભવ્ય મંદિર બની શકે તેવો અવકાશ છે.જો તેમ થાય તો તળાજા પર્યટક સ્થળ તરીકે વધુ વિકાસ પામે.લોકોની આર્થિક સ્થિતિ પણ મજબૂત બની શકે ખરી.

(11:45 am IST)