Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd October 2019

મેંદરડા અને માંગરોળમાં રહેણાંક મકાનમાંથી રૂ.૮૮ હજારની મતાની ચોરી

મેંદરડાની ઘરફોડીમાં એક તસ્કર ઝબ્બે

જુનાગઢ તા. રર : મેંદરડા અને માંગરોળમાં રહેણાંક મકાનમાંથી તસ્કરો રૂ.૮૮ હજારની મતા ચોરી ગયા હોવાની ફરિયાદ થતા પોલીસે મેંદરડાની ઘરફોડીમાં એક તસ્કરની ધરપકડ કરી તપાસ હાથ ધરી છે.

મેંદરડા સાતવડલા વિસ્તારમાં રહેતા અને મજુરી કામ કરીને પેટિયું રળતા મનસુખ નરભુભાઇ ચારોલીયા રાત્રીના સમયે પરિવાર સાથે સુતા હતા.

ત્યારે  તસ્કરે ઘરમાં પ્રવેશી પટારા ઉપર પડેલ પતરાની પેટીમાંથી રૂ. ૩૦ હજાર રોકડ તેમજ રૂ. ર૦ હજારની કિંમતના સોનાના દાગીના મળી કુલ રૂ.પ૦ હજારની મતાની ચોરી કરી તસ્કર નાસી ગયો હતો.

આ અંગે ફરિયાદ થતાની સાથે જ પી.એસ.આઇ.એ.બી.દેસાઇ વગેરેએ તપાસ હાથ ધરીને મનસુખભાઇના પાડોશમાં રહેતો અશ્વિન ઉર્ફે ભુરો ધીરૂભાઇ વાઘેલાને ઝડપી લીધો હતો.

પોલીસ પુછપરછમાં અશ્વિને ચોરી કર્યાની કબુલાત કરી હતી આ શખ્સની સાથેઅન્ય ઇસમોની ચોરીમાં સંડોવણી છે કે કેમ તે અંગે પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

જયારે માંગરોળમાં  શકિતનગર પાછળ રહેતા ઇસ્માઇલ ઇસાભાઇ પટેલના મકાનની દિવાલ કુદી ઘરમાં પ્રવેશતા અજાણ્યા શખ્સે રૂમનું તાળુ તોડી કબાટમાંથી રૂ. ૩૮ હજારની રોકડની ચોરી કરીને આ ઇસમ નાસીગયો હતો.

ઇસ્માઇલભાઇના ઘરે ચોરી માટે ખાબકેલા તસ્કર ટીવીએસ કંપનીના ટુવ્હીલર ઉપર આવ્યો હોવાનું ખુલતા પીએસઆઇ ડી.કે. વાઘેલાએ વધુ તપાસ હાથ ધરી છે.

(11:42 am IST)