Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd October 2019

સરધારની દૂધ સાગર ડેરીનું વિસ્તરણઃ આધુનિક મશીનથી કલાકમાં ૧૦૦ કિલો મીઠાઈ તૈયાર

રાજકોટ જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ ટીમ નિલેષ વિરાણીનું સોપાન : કાલે સાંજે સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોના હસ્તે શુભારંભ

રાજકોટ, તા. ૨૨ :. તિર્થ સ્થાન ગણાતી સરધારની (ભાવનગર રોડ) ધરતી પર કાલે મીઠાઈના વ્યવસાય ક્ષેત્રે અત્યાધુનિક ઢબના નવા સોપાનના શ્રીગણેશ થઈ રહ્યા છે. સરધારની મેઈન બજાર, ટાંકી ચોકમાં દૂધ સાગર ડેરીનું નવા પ્લાન્ટ સાથે વિસ્તરણ થઈ રહ્યુ છે. જેનુ કાલે સાંજે ૪ વાગ્યે સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોના હસ્તે ઉદઘાટન થશે.

જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ નિલેષ વિરાણી (મો. ૭૯૯૦૫ ૮૮૨૩૩), વિલાસભાઈ ઢાંકેચા, જીજ્ઞેશ ભાયાણી અને હિરેન ઢાંકેચા આ નવા સોપાનના સુકાનીઓ છે. તેમના જણાવ્યા મુજબ સરધારમાં દૂધ સાગર ડેરી નામે ૨૬ વર્ષથી મીઠાઈનો વ્યવસાય ધમધમે છે. આવતીકાલે બુધવારે ૨૭મા વર્ષમાં મંગલ પ્રવેશ નિમિતે દૂધ સાગર ડેરી સાથે ધર્મજ ડેરી નામ જોડી વ્યવસાયનું વિસ્તરણ કરવામાં આવી રહ્યુ છે. ડેરીમાં આધુનિક પ્લાન્ટ બેસાડવામાં આવ્યો છે. જેમાં કાચી સામગ્રી નાખવાથી આપોઆપ મિકસ થઈ મીઠાઈ માટેનો માલ તૈયાર થઈ જશે. મીઠાઈને નિયત આકારમાં ઢાળવા કે વાળવા સહિતની સઘળી કામગીરી આ મશીનમાં થશે. કલાકમાં લગભગ ૧૦૦ કિલો મીઠાઈ તૈયાર કરવાની આ પ્લાન્ટની ક્ષમતા છે. જેમા પેંડા ઉપરાંત અનેક પ્રકારની મીઠાઈ બની શકશે. સરધાર મંદિરના શ્રી નિત્યસ્વરૂપદાસજી સ્વામી, વડતાલ લોયા ધામના મુખ્ય મહંત ઘનશ્યામપ્રકાશદાસજી સ્વામી, હરીયાળા (ખેડા)ના શ્રી ભકિતજીવનદાસજી સ્વામી વગેરે સંતોના હસ્તે નવા સોપાનનું ઉદઘાટન થશે. ત્યાર બાદ ૫.૩૦ વાગ્યે આમંત્રિતો માટે મહાપ્રસાદ (ભોજન)નું આયોજન છે.

(11:41 am IST)
  • આંધ્રના નેલોરથી કાવેલી વચ્ચે ભારે વરસાદ પડશે : લો પ્રેસર પશ્ચિમને બદલે ઉત્તર તરફ આગળ વધ્યું છે. પરીણામે દક્ષિણ આંધ્ર પ્રદેશમાં નેલોરથી કાવેલી સુધી ભારે વરસાદની આગાહી થઇ છે. ચેન્નાઇમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી થઇ છે. બંગાળના અખાતથી સીસ્ટમ્સ આંધ્રના કાંઠે ભારે વરસાદ લાવશે. access_time 12:54 pm IST

  • દિલ્હી : આર્મીના ડ્રેસમાં પાંચ આતંકવાદીઓ ઘુસી ગયા છે: દિલ્હી-એનસીઆરમાં એલર્ટની જાહેરાત કરી દેવાઇ : ગુપ્તચર સંસ્થાઓએ આતંકવાદીઓની વાતો ટેપ કરી લીધી છે : દિલ્હી, યુપી, હરિયાણા અને પંજાબમાં ખતરો અકબંધ access_time 4:03 pm IST

  • રાજયપાલશ્રી આચાર્ય દેવવ્રત કાલે દ્વારકાની મુલાકાતે : દેવભૂમિ દ્વારકા તા ૨૨ : ગુજરાત રાજયના મહામહિમ રાજયપાલ શ્રી આચાર્ય દેવવ્રત આગામી તા.૨૩ના દ્વારકાની મુલાકાતે આવનાર છે. રાજયપાલશ્રી સવારે ૯.૧૦ થી ૧૦.૦૦ દરમ્યાન દ્વારકાધીશ મંદિરની મુલાકાત લેશે, ત્યારબાદ ૧૧.૦૦ કાલકે રાજયપાલશ્રી કોસ્ટગાર્ડ, દ્વારકાની મુલાકાત લેશે. access_time 11:26 am IST