Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd October 2019

બાબરા પાલિકામાં ફિકસ કામદારો બાદ હવે રોજમદાર સફાઈદારો પગાર અને બોનસના મુદ્દે બુધવારથી સામુહિક રજાપાળશે !

બેમાસનો પગાર અને બે વર્ષનું બોનસબાકી હોવાની રજુઆત તંત્રમાં કોઈ સાંભળતું નથી !: એક પછી એક ચીફઓફિસરો નું રજા ઉપર ઉતરી જવું ચર્ચાસ્પદ વિરોધપક્ષે ભાજપનું મૌન !

બાબરા તા.૨૨: બાબરા નગરપાલિકામાં થોડા દિવસો પહેલા નાના કદ ના ફિકસ પગારદાર સફાઈ કામદારો કામગીરી થી અળગા રહ્યા બાદ આજે રોજમદાર કર્મચારી દ્વારા પોતાની માંગો સંતોષવા માટે નગરપાલિકા માં દ્યસી આવી અને અલ્ટીમેટમ આપી અન્યાયી વલણ દાખવવા માં આવતા હોવાના આક્ષેપ સાથે આવનાર દિવસો માં સફાઈ રોજમદારો સામુહિક રજા રાખનાર હોવાનું જણાવતાં તંત્ર હરકતમાં આવ્યું છે

મળતી માહિતી મુજબ થોડા દિવસો પહેલા બાબરા નગરપાલિકા હસ્તક ના ૩૩ ફિકસ સફાઈ પગારદારો કામ અંગે તંત્ર ના વલણ થી કંટાળી અને કામ કરવા અંગે રજા ઉપર ઉતર્યા છે જયારે આજે ૪૩ રોજમદાર સફાઈ કામદારો પોતાના બે માસ ના પગાર અને બે વર્ષ ના બોનસ નહી મળવા અંગે યોગ્ય ન્યાય નહિ મળતો હોવાનુ કારણ આપી અને તા.૨૩ બુધવાર થી કામ ઉપર સામુહિક રજા રાખનાર હોવાનું પાલિકા તંત્ર માં જણાવતા સફાઈ મુદ્દે પાલિકા ની કામગીરી માં રેલો આવ્યા નું જાણવા મળે છે

નગરપાલિકા સેનેટરી ઇન્સ નિમાવત અને હેડ કલાર્ક અશ્વિન સરવૈયા ના જણાવ્યા મુજબ સપ્ટેમ્બર માસ નો પગાર ચુક્કવો બાકી છે જયારે ચાલુ માસ દિવાળી નજીક હોવાથી એડવાન્સ પગાર કરવા ની માંગો ઉઠી છે હાલ નગરપાલિકા ચીફ ઓફિસર તરીકે દશ દીવસ પહેલા નિમણુક પામેલા સરકારી કોન્ટ્રાકટ તરીકેના અધિકારી પોતાનું રાજીનામું આપી ચુકયા છે ત્યારે પગારમુદ્દે નિર્ણય કરવો હાલ અશકય છે આજે આપેલા અલ્ટીમેટમ મુદ્દે સ્થાનિક સદસ્યો સાથે ચર્ચા બાદ નિર્ણય થવા પામશે તેમ જાણવા મળે છે

બાબરા કોંગ્રેસ સાશિત નગરપાલિકાકચેરી માં છેલ્લા થોડા સમય માં એક પછી એક ચીફઓફિસરો પોતાના અંગત કારણો દર્શાવી રજા ઉપર અને રાજીનામા આપી રહ્યા છે ત્યારે સચોટ કારણો અંગે શહેર માં ચર્ચા નો વિષય બન્યો છે

કોંગ્રેસ શાશિત નગરપાલિકામાં વારંવાર ચીફ ઓફીસર નું રજા ઉપર ઉતરવું અનેઙ્ગ ભૂગર્ભ ગટર, સાફ સફાઈ સહિત ના મુદ્દેઙ્ગ વિરોધ પક્ષે બેઠેલા ભાજપી સદસ્યો પણ પોતાનું મૌન સેવી રહ્યા છે આવનારા દિવાળી સહિત ના તહેવારો માં સફાઈ કામદારો પોતાની માંગો ના મુદ્દે કામ બંધ રાખનાર હોવાથી લત્ત્।ાવાસી ઓએ સ્વયંભુ સફાઈ કાર્ય હાથધરવું પડે તેવી સ્થિતિ નું નિર્માણ થયું થનાર છે.

(11:38 am IST)