Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd October 2019

પોરબંદરમાં ઇ-સ્ટેમ્પીંગ કેન્દ્રો વધારવા બાર એશો. દ્વારા રજૂઆત

પોરબંદર તા.રર : સ્ટેમ્પનું વેચાણ બંધ કરતા પડી રહેલ મુશ્કેલી દૂર કરવા ઇસ્ટેમ્પીંગ કેન્દ્રો વધારવા બાર એશો.એ કલેકટરને રજૂઆત કરી છે.

હાલ પોરબંદરમાં કોઇપણ સ્ટેમ્પ વેન્ડર પાસે કોઇપણ પ્રકારનો સ્ટેમ્પપેપર નથી અને તેને કારણે એડવોકેટોને સ્ટેમ્પ ખરીદવા ખૂબ જ હેરાનગતિ ભોગવવી પડે છે એટલુ જ નહિ પોરબંદરમાં માત્ર બે જ જગ્યાએ ઇસ્ટેમ્પીંગ થતુ હોય અને તેને કારણે સ્ટેમ્પ લેવા લાંબી લાઇનો લાગે છે. એટલુ જ નહી ઇસ્ટેમ્પીંગ કરાવવા પ્રથમ ફોર્મ ભરવુ પડે જે સામાન્ય લોકોને ભરતા પણ આવડતુ નથી અને તેને કારણે ખૂબ જ હેરાનગતિ થાય છે અને સાટાખતના લખાણો, વેચાણ ખતના લખાણો, વાહન વેચાણના લખાણો, ગેસ સીલીન્ડરના સોગંદનામાઓ, વારસાઇ સોગંદનામાઓ વગેરે બાબતોમાં અરજદારોને સ્ટેમ્પ લેવામાં ખૂબ જ મુશ્કેલી પડે છે અને તેને કારણે હાલ એડવોકેટ પણ હેરાન થઇ ગયેલ છે અને તે રીતે પોરબંદરમાં તાત્કાલીક ઇસ્ટેમ્પીંગ કેન્દ્રો વધારવા, વિકલ્પે જયા સુધી ઇસ્ટેમ્પીંગ કેન્દ્રો ન વધે ત્યાં સુધી જૂની પ્રથા મુજબ સ્ટેમ્પ વેન્ડરો પાસેથી સ્ટેમ્પ મળી રહે તેવી વ્યવસ્થા ગોઠવવા રજૂઆતમાં જણાવેલ છે.

(11:34 am IST)