Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd October 2019

પોરબંદરમાં વીજ બિલ ભરવા માટે વીજ ગ્રાહકોને મુશ્કેલી : ચેમ્બર દ્વારા રજૂઆત

પોરબંદર તા.રર : ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા વીજ સતાવાળાઓને રજૂઆતમાં ઇલેકટ્રીક બીલો ભરવા આવતા ગ્રાહકોને પડતી મુશ્કેલીઓ દૂર કરવા માંગણી કરી છે.

ઇલેકટ્રીક બીલો ભરવા પીજીવીસીએલની હેડ ઓફીસમાં સુવિધા ઉપરાંત શહેરમાં સહકારી મંડળી વગેરેમાં સુવિધા ઉપલબ્ધ કરવા આવેલ જેના કારણે  ગ્રાહકોને બીલો ભરવામાં સગવડતા પડતી  હતી પરંતુ હાલમાં પોરબંદર શહેરમાં વીજ બીલો ભરવા માટે ઘણી જગ્યાએ સુવિધાઓ બંધ થવાથી વીજ ગ્રાહકોને પીજીવીસીએલ હેડ ઓફીસમાં વીજ બીલો ભરવા જવાની ફરજ પડે છે પરંતુ એક જ કેશબારી હોવાને કારણે વીજ બીલો ભરવા આવતા લોકોને કલાક અડધી કલાક લાઇનમાં ઉભા રહેવા બાદ બીલો ભરાતા હોય છે તેમાં પણ ખાસ કરીને વીજ બીલો ભરવાના અંતિમ દિવસોમાં અનહદ ઘસારો થતો હોય પરંતુ એક જ કેશબારી હોવાથી બીલો ભરવા આવતા ગ્રાહકોમાં સીનીયર સીટીજનો, મહિલાઓ દૂર દૂરથી વીજ બીલો ભરવા આવતા ગ્રાહકોને બે બે કલાક લાઇનમાં ઉભા રહેવાથી ભારે પરેશાની ભોગવવી પડે છે અને સીનીયર સીટીજનો મુંજવણ અનુભવતા હોય અને સમયનો વ્યય થતો જેથી અગાઉ વીજ બીલો સ્વીકારવાની બે કેશબારી ખોલવામાં આવેલ જે પ્રજાને ઘણી રાહત રહેતી પરંતુ એક કેશબારી બંધ થતા વીજ ગ્રાહકોને ભારે તકલીફ પડે છે તેમ રજૂઆતમાં જણાવેલ છે.

(11:33 am IST)