Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd October 2019

કોડીનારમાં જમાઇએ સાસુ- સસરાને ઢીબી નાખ્યા

પ્રેમ લગ્નબાદ પત્ની સાસરે રોકાવા ગયેલ હોઇ તેડવા ગયેલા જમાઇનો પિતો છટકયો

 કોડીનાર તા ૨૨  :  પત્નિ તથા સાસુ, સસરાને માર માર્યાની કોડીનાર પોલીસમાં ફરીયાદ નોંધાયેલ છે.

આ અંગેની   વિગતો મુજબ કોડીનારના બાદરશા શેરીમાં દીનદયાલ રેશનીંગની દુકાન ધરાવતા મહમદ હનિફ ઓસમાણ કચ્છી જાતે મેમણ કાલે સાંજના પોતાના ઘરે પત્ની સલમા તથા મારી નાની દીકરી અમરીનબેન અમો બધા ઘરે હાજર હતા. મારી દીકરી અમરીનબેને મહમદશા ઇકબાલશા રફાઇ સાથે પોતાની મરજીથી પ્રેમ લગ્ન કરેલ હોય, જે આજે સવારના મારા ઘરે રોકાવા આવેલ હોઇ, જેથી તેનો પતિ મહમદશા મારા ઘરે આવેલ ને અમરીનને તેડવા આવેલ, જેથી અમરીને આવવાની ના પાડતા આ મહમદશા એકદમ ઉશ્કેરાઇ ગયેલ.

જમાઇ ગાળો આપવા લાગેલ અમે ગાળો આપવાની ના પાડતા મારી દીકરીને માર મારવા લાગેલ , અમે પતિ-પત્ની છોડાવા વચ્ચે પડતા આ અમારો જમાઇ અમો બન્ને ને પણ  માર મારવા લાગેલ. ઘરના દરવાજાને લાત મારી, તોડી નાખી આ મારો જમાઇ મહમદશા મારી દીકરીને પરાણે લઇ જતો રહેલ છે. કોડીનાર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

(11:31 am IST)