Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd October 2019

વીરપુરમાં ગાંધીયાત્રાનું સ્વાગત

વીરપુરઃ મહાત્મા ગાંધીજીની ૧૫૦મી જન્મજયંતી નિમિત્ત્।ે ગાંધી સંકલ્પ યાત્રા ગોંડલ થી પોરબંદર સુધી લોકસભાના પોરબંદર મત વિસ્તારના સાંસદ રમેશભાઈ ધડુક દ્વારા યોજાય હતી,આ ગાંધી સંકલ્પ યાત્રામાં સાંસદ રમેશભાઈ ધડુક,જશુમતીબેન કોરાટ, પ્રશાંતભાઈ કોરાટ,વગેરે જોડાયા હતા. ગોંડલ થી નીકળેલી આ ગાંધી સંકલ્પ યાત્રા સુપ્રસિદ્ઘ યાત્રાધામ વીરપુર જલારામધામમાં પહોંચી ત્યારે વીરપુર ભાજપના અગ્રણીઓ જનકભાઈ ડોબરીયા,ગોરધનભાઈ ધામેલીયા, વેલજીભાઈ સરવૈયા,જેતપુર તાલુકા પચાયત તેમજ જેતપુર તાલુકા ખાંટ રાજપૂત સમાજના ભુપતભાઇ સોલંકી,યુવા ભાજપના રોહિતભાઈ સોલંકી તેમજ વીરપુર ગામના આગેવાનોએ તેમજ આજુબાજુના વિસ્તારના ભાજપના આગેવાનો તથા અગ્રણીઓએ સાંસદ રમેશભાઈ ધડુકનું તેમજ ગાંધી સંકલ્પ યાત્રાનું સ્વાગત કર્યું હતું.(તસ્વીરઃ કિશન મોરબીયા.વીરપુર)

(11:28 am IST)