Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd October 2019

પોરબંદરમાં પાલિકાના વાહનોનું નિયમિત મેઇનટેનન્સ થતું નથી અને નવા વાહનોની ખરીદીની દરખાસ્તો?

પોરબંદર તા. રર :.. નગરપાલિકાના પ્રમુખની કાર સહિત વાહનોની નિયમીત મેઇનટેનન્સ થતાં નથી અને નવા વાહનોની ખરીદીની દરખાસ્તો સમયાંતર કરવામાં આવે છે તે સામે કોચવાટ શરૂ થયો છે. ફાયર બ્રીગેડના કમ્પાઉન્ડમાં પાલિકાના પ્રમુખ અને ચીફ ઓફીસના કાર ધૂળ ખાતી હાલતમાં પડી છે સફાઇ સહિત જાળવણીની કામગીરી થતી નથી.

ફરીયાદો મુજબ પાલિકાના પ્રમુખ અને  ચીફ ઓફીસરના બન્ને વાહનો સુમો અને સ્કોર્પીયો સારી કન્ડીશનમાં થતાં નિયમીત સર્વિસ કરવામાં આવતી નથી. અને ધૂળ ખાય છે. સમયાંતરે નવા વાહનોની ખરીદી માટે દરખાસ્ત કરવામાં આવે છે.

ફાયર બ્રિગેડના કમ્પાઉન્ડમાં ભંગાર હાલતમાં વાહનો તેમજ ઘેર ઘેર આપવાની ડસ્ટબીનનો મોટો જથ્થો ધુળ ખાતો પડયો છે. બીજી તરફ ડસ્ટબીન મળી શકતી નથી તેવી ફરીયાદો લોકો કરી રહ્યાં છે.

(11:25 am IST)