Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd October 2019

સવારે ઠંડક સાથે વાદળછાંયુ વાતાવરણઃ જુનાગઢમાં કમોસમી વરસાદની સંભાવના

રાજકોટ તા. રરઃ રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં સર્વત્ર મિશ્ર વાતાવરણનો માહોલ યથાવત છે.

આવા હવામાન સાથે છેલ્લા બે-ત્રણ દિવસથી બપોરના સમયે અસહ્ય ઉકળાટનો અનુભવ થઇ રહ્યો છે.

આજે સવારથી વાદળછાંયુ વાતાવરણ છવાયેલું છે તો કોઇ-કોઇ વહેલી સવારના સમયે ઠંડકનો અનુભવ થાય છે.

જેમ-જેમ દિવસ પસાર થાય છે તેમ તેમ ગરમીની અસર વધવા લાગે છે અને જગ્યાએ ધુપ-છાંવ તો કોઇ જગ્યાએ તડકાવાળું વાતાવરણ છે.

જુનાગઢમાં સવારથી વાદળા, વરસાદી માહોલથી ચિંતાઃ કમોસમી વરસાદની સંભાવના

(વિનુ જોશી) જુનાગઢઃ જુનાગઢમાં સવારથી વાદળા છવાય ગયા હોય વરસાદી માહોલ જામ્યો છે કમોસમી વરસાદની સંભાવનાને લઇ ચિંતાના વાદળા ઘેરાયા છે.

આજે સતત બીજા દિવસે પણ જુનાગઢ સહિતનાં વિસ્તારોનાં વાતાવરણમાં પલ્ટો યથાવત રહ્યો છે સવારે પ્રારંભમાં આકશમાં એવા વાદળા છવાયા ગયા જેનાથી સૂર્યનારાયણના પણ દર્શન થયા ન હતા.

સવારે જુનાગઢનું લઘુતમ તાપમાન ર૬.૩ ડિગ્રી નોંધાયું હતું. વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૬૬ ટકા અને પવનની પ્રતિ કલાકની ઝડપ ૩.ર કિ.મી. રહી હતી.

બદલાયેલા હવામાનને કારણે કમોસમી વરસાદની સંભાવના વધુ મજબુત બની છે. હાલ મગફળીનું કામ ચાલી રહ્યું છે તેથી મોટા ભાગનો મગફળીનો પાક ખુલ્લામાં ખેતરમાં પડયો હોય અને વરસાદની શકયતાથી ખેડુતો મુંઝવણમાં મુકાય ગયા છે.

(11:23 am IST)