Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd October 2019

ભાવનગરનાં બહુચર્ચિત અપહરણ પ્રકરણના માસ્ટર માઇન્ડ સહિત રની ધરપકડ

ભાવનગર, તા.૨૨: ભાવનગર એલ.સી.બી. સ્ટાફનાં માણસો ભાવનગર શહેર વિસ્તારમાં શકદારોની હકિકત મેળવવા પેટ્રોલીંગમાં હતાં.તે દરમ્યાાન પેટ્રોલીંગ ફરતાં-ફરતાં બાતમીરાહે હકિકત મળેલ કે, નિલમબાગ પોલીસ સ્ટેશન ના ઇ.પી.કો. ૩૬૩,૩૬૫ ના ગુન્હામાં નાસ્તો ફરતો આરોપી (૧)ઇમરાન ઉર્ફે કાળુ મહમદભાઇ કુરેશી રહે. કુંભાર વાડા ગુ.હા. બોર્ડ ભાવનગર (ર) શબ્બીરભાઇ રજાકભાઇ હબીબાણી રહે. વડવા બાપેસરા કુવા સિપાય જમાતની સામે ભાવનગર વાળા ભાવનગર વાળા વડવા નહેરા  ચોક ઉપર હોવાની હકિકત મળતા તુરતજ વડવા નેરા ચોક પાસે આવતા મજકરુ બાતમી વાળા ઇસમ હાજર મળી આવતા મજકુર ઇસમોને  પકડી નામ સરનામું પુછતા (૧)ઇમરાન ઉર્ફે કાળુ મહમદભાઇ કુરેશી રહે. કુંભાર વાડા ગુ.હા. બોર્ડ ભાવનગર (ર) શબ્બીરભાઇ રજાકભાઇ હબીબાણી રહે. વડવા બાપેસરા કુવા સિપાય જમાતની સામે ભાવનગર વાળા હોવાનું જણાવતા મજકુર ઇસમો ની  પુછપરછ કરતા તા.૧૫/૦૩/૨૦૧૯ ના રોજ ભાવનગર શાસ્ત્રનગર માં રહેતા મિતુલભાઇ જયુખભાઇ રાઠોડ ના દિકરા ઉવ.૧૨ નું શાસ્ત્રીનગર શેરી નં-૧૨ માંથી અપહરણ કરી લઇ ગયેલ અને તે ગુન્હો નોદ્યાયેલ હોય તેમાં બીજા સહ આરોપીઓ પકડાય ગયેલ તે ગુન્હામાં નાસ્તા ફરતા હોવાની કબુલાત કરતા મજકુરને સી.આર.પી.સી. ૪૧(૧) આઇ મુજબ દ્યોરણસર કાર્યવાહી કરી સદર બાબતે નિલમબાગ પોલીસ સ્ટેશનમાં માં નોદ્ય કરાવી આગળની કાર્યવાહી માટે નિલમબાગ પોલીસ સ્ટેશનમાં ફ.ગુ.ર.ન.૫૦/૨૦૧૯ ઇ.પી.કો.-૩૬૩, ૩૬૫મુજબનો ગુન્હો નોદ્યાયેલ હોય  તપાસ કાગળો સાથે આરોપીઓ ને નિલમબાગ પોલીસ સ્ટેશનમાં સોપી આપવામાં આવેલ છે.

આ સમગ્ર કામગીરીમાં એલ.સી.બી.નાં ઇન્ચાર્જ પોલીસ ઇન્સ. એન.એન.બારોટ તથા પો.સબ ઇન્સ. એન.જી.જાડેજા ની સુચના અને માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. સ્ટાફનાં હેડ કોન્સ વનરાજભાઇ ખુમાણ પો.કો. વિઠ્ઠલભાઇ બારૈયા તથા ચિંતનભાઇ મકવાણા તથા ઇમ્તીયાઝખાન પઠાણ વિગેરે સ્ટાફનાં માણસો જોડાયા હતાં.

(9:52 am IST)