Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd October 2019

મોરબીના મહેન્દ્રનગર ચોકડી પાસે રિક્ષામાંથી વિદેશી દારૂના જથ્થા સાથે બે શખ્સો ઝડપાયા

 

મોરબીના મહેન્દ્રનગર ચોકડી નજીકથી સીએનજી રિક્ષામાંથી વિદેશી દારૂના જથ્થા સાથે બે શખ્સોને ઝડપી પાડી મોરબી બી ડીવીઝન પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

અંગે મળતી વિગત મુજબ મોરબી બી ડીવીઝન પોલીસ પેટ્રોલિંગમાં હોય દરમિયાન મહેન્દ્રનગર ચોકડી નજીક સી.એન.જી રિક્ષા જીજે ૦૧ બીટી ૨૫૩ વાળી નીકળતા શંકાસ્પદ લાગતા તેને રોકી તલાસી લેતા રિક્ષામાંથી વિદેશી દારૂની બોટલ નંગ-૩૯ કીમત રૂ.૧૧,૭૦૦ તથા સી.એન.જી રિક્ષા સહીત કુલ મુદામાલ કીમત રૂ.૫૧,૭૦૦ જપ્ત કરી રિક્ષા ચાલક સાગર કાન્તીભાઈ પલાણ અને રિક્ષામાં સાથે રહેલ રવિ જીતેન્દ્રભાઈ પાલાને અટક કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

(12:25 am IST)
  • રાજયપાલશ્રી આચાર્ય દેવવ્રત કાલે દ્વારકાની મુલાકાતે : દેવભૂમિ દ્વારકા તા ૨૨ : ગુજરાત રાજયના મહામહિમ રાજયપાલ શ્રી આચાર્ય દેવવ્રત આગામી તા.૨૩ના દ્વારકાની મુલાકાતે આવનાર છે. રાજયપાલશ્રી સવારે ૯.૧૦ થી ૧૦.૦૦ દરમ્યાન દ્વારકાધીશ મંદિરની મુલાકાત લેશે, ત્યારબાદ ૧૧.૦૦ કાલકે રાજયપાલશ્રી કોસ્ટગાર્ડ, દ્વારકાની મુલાકાત લેશે. access_time 11:26 am IST

  • મુંબઇમાં આજે રાત્રે અને કાલે સવારે ભારે વર્ષાની શકયતા : મુંબઇમાં ખુશનુમાં હવામાન અને વાદળછાયા આકાશ સાથે વરસાદ પડશે. આજે રાત્રે અને વ્હેલી સવારે મુંબઇમાં ભારે વરસાદ અને તોફાની પવન ફુંકાવાની પણ શકયતા છે. મુંબઇ-૨ત્નાગીરી બેલ્ટમાં મોડી રાત્રે - વ્હેલી સવારે અને કાલે સવારે ભારે વરસાદી વાદળાઓ છવાશે અને તોફાની વરસાદની સંભાવના છે.દરમિયાન મુંબઇમાં ૧ાા થી ૨ ઇંચ વરસાદ પડી ગયો છે. પશ્ચિમના પરાઓમાં મધ્યમ અને પૂર્વીય પરાઓમાં હળવો વરસાદી દોર રહયો છે. રાઇગઢ-થાણે-નવી મુંબઇમાં પણ વરસાદી વાવડ છે. access_time 12:55 pm IST

  • હેલમેટ મુદ્દે પુડુચેરીના મુખ્યમંત્રી વી.નારાયણ અને ઉપ રાજ્યપાલ કિરણ બેદી આમને સામને : ચૂંટણી પ્રચાર સમયે હેલમેટ પહેર્યા વગર સ્કૂટર ઉપર ફરતા મુખ્યમંત્રીનો ફોટો કિરણ બેદીએ ટ્વીટર ઉપર શેર કર્યો : મુખ્ય મંત્રીએ કોઈના સ્કૂટર ઉપર હેલમેટ પહેર્યા વિના પાછળ બેઠેલા કિરણ બેદીનો ફોટો શેર કર્યો access_time 11:54 am IST