Gujarati News

Gujarati News

News of Monday, 22nd October 2018

સાવરકુંડલા સ્વામીનારાયણ મંદિરનાં કોઠારી સ્વામી શ્રી પ્રેમસ્વરૂપદાસજીનો પાર્થિવદેહ પંચમહાભુતમાં વિલીન

અમરેલી-સાવરકુંડલા તા. રર :.. સાવરકુંડલામાં સંઘેડીયા બજારમાં આવેલ સ્વામીનારાયણ મંદિરનાં કોઠારી સ્વામી શ્રી પ્રેમસ્વરૂપદાસજી રવિવારે કાર અકસ્માતમાં દેવલોક પામ્યા છે. હરિભકતો માંથી મળેલી માહિતી મુજબ કોઠારી સ્વામી સ્વામી પ્રેમસ્વરૂપદાસજી અને સાવરકુંડલા ગુરૂકુળનાં પ્રમુખશ્રી શા. ભગવતપ્રસાદ સ્વામી સાથે હરિભકતો ભુપતભાઇ ચોવડીયા, હરેશ ભગત, મુકેશ ભગત શનીવારે ગઢડા ખાતે યોજાયેલા પાટોત્સવમાં હાજરી આપવા ગઢડા ગયેલા જે બધા કાર માં આજે સવારે પરત સાવરકુંડલા આવવા નિકળ્યા હતાં. તેઓની કાર અમરેલીથી સાવરકુંડલા તરફ આવતા દસેક કિ.મી. દૂર ગોખરવાળા ગામ પાસે પહોંચી ત્યારે સામેથી આવી રહેલી બોલેરો જીપ સાથે અથડાઇ પડતા કારમાં સવાર કોઠારી સ્વામી પ્રેમસ્વરૂપ સ્વામીને માથામાં ગંભીર ઇજા થતાં દેવલોક સીધાયા છે. ત્યારે સાથે રહેલા ભગવત સ્વામીને બન્ને હાથ-પગમાં ગંભીર ઇજા થઇ છે. તો ભુપતભાઇ ચોવટીયાને એક પગે હરેશ ભગતને હાથે - પગે અને મુકેશ ભગતને માથે મોઢા ઉપર ઇજા થતા અમરેલીની ખાનગી હોસ્પીટલમાં સારવાર માટે દાખલ કરાયા છે. અકસ્માતની જાણ થતા સાવરકુંડલા થી હરિભકતો અમરેલી ખાતે દોડી ગયા હતાં. દેવલોક વાસી કોઠારી, સ્વામી શ્રી પ્રેમસ્વરૂપદાસજીનાં ચક્ષનું દાન કરવામાં આવ્યુ છે. આજે ગઢડા ખાતે ઘેલો નદિ કાંઠે પ્રેમસ્વરૂપ હાલ સ્વામીની અંતિમ વિધિ કરવામાં આવી છે. સાવરકુંડલા પંથકના સત્સંગીઓમાં શોકનું મોજૂ ફરી વળ્યું છે.ગઇકાલે સવારે સ્વામીનારાયણ મંદિર સાવરકુંડલાના કોઠારી સ્વામી શ્રી પ્રેમસ્વરૂપદાસજી કાર અકસ્માતમાં દેવલોક પામ્યા હતાં. સંપ્રદાયના નિયમ મુજબ આજે સવારે ગઢડા ખાતે ઘેલો નદિ કાંઠે દેવલોક સ્વામી શ્રી પ્રેમસ્વરૂપદાસજીની અંતિમ વિધી કરવામાં આવી હતી. અંતિમ વિધીમાં સ્વામી નારાયણ સંપ્રદાયનાં સંતો-મહંતો હરિભકતો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતાં.

(3:51 pm IST)
  • નેડા : વેનકુવર આઈલેન્ડ પર ભૂકંપના તીવ્ર આંચકા:રિક્ટર સ્કેલ પર 6.6ની તીવ્રતા માપવામાં આવી:ભયના કારણે લોકો ઈમારતોની બહાર દોડી આવ્યા access_time 4:21 pm IST

  • ગાંધીનગર :2 બાળકો સાથે વૃદ્ધે આચર્યુ દુષ્કર્મ :80 વર્ષનાં કેશુ મહારાજે બાળકો સાથે આચર્યુ દુષ્કર્મ :ચોકલેટની લાલચે આચર્યું સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય:ગોડાઉનમાં આચર્યું સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય:સેક્ટર 21 પોલીસે તપાસ હાથ ધરી access_time 4:20 pm IST

  • આસામ અને અરૂણાચલ પ્રદેશમાં પૂરનો ખતરો:આસામના 10 ગામ પાણીમાં ગરકાવ: આસામ અને અરૂણાચલ પ્રદેશમાં તંત્ર હાઈ એલર્ટ પર:તિબેટમાં લેન્ડ સ્લાઈડ થઇ નદીનો રસ્તો બંધ થતા કૃત્રિમ તળાવ બન્યુ: access_time 4:38 pm IST