Gujarati News

Gujarati News

News of Monday, 22nd October 2018

ડિજીટલ ઈન્ડિયા અને નમો ઈ-ટેબ અંતર્ગત જૂનાગઢ ખાતે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે હજારો વિદ્યાર્થીઓને ૨૭મીએ ટેબ્લેટ વિતરણ

રાજકોટ, તા. ૨૨ : ભકત નરસિંહ મહેતા યુનિવર્સિટી જૂનાગઢ દ્વારા યોજાયેલ આ કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી, રાજયના કેબીનેટ શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહજી ચુડાસમા, રાજય કક્ષાના શિક્ષણમંત્રી વિભાવરીબેન દવે, શિક્ષણ ખાતાના અગ્રસચિવ અંજુબેન શર્મા સહિતના મહાનુભાવો વિદ્યાર્થીઓને અપાનારા આ ટેબ્લેટ વિતરણ સમારોહમાં હાજર રહેશે તેવુ જાણવા મળી રહ્યુ છે. અત્રે ઉલ્લેખનીય છે કે ભકતકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી જૂનાગઢના કુલપતિ શ્રી પ્રો. ડો.જે.પી. મૈયાણીના નેતૃત્વ હેઠળ ગયા વર્ષે પણ ૪ જીલ્લાની વિવિધ કોલેજોના આશરે ૧૩ હજાર જેટલા વિદ્યાર્થીઓને મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે સફળતાપૂર્વક ટેબ્લેટ વિતરણ કરવામાં આવ્યુ હતું. સરકારશ્રી દ્વારા ટોકનદરે અપાનાર આ ટેબ્લેટ વિતરણનો કાર્યક્રમ તા.૨૭ ઓકટોબર ૨૦૧૮ના રોજ અક્ષર પુરૂષોત્તમ સ્વામીનારાયણ મંદિર, જૂનાગઢ ખાતે યોજવામાં આવનાર હોવાનું જાણવા મળે છે.

(3:49 pm IST)