Gujarati News

Gujarati News

News of Monday, 22nd October 2018

જામનગર કોર્પોરેશનમાં મેયરની નિષ્ફળતા સામે કોંગ્રેસ પ્રમુખ દ્વારા મુંડનઃ ધારાસભ્ય સહિત ૨૦ની અટકાયત

 જામનગર તા.૨૨: જામનગર કોર્પોરેશનના મેયરની  નિષ્ફળતા સામે કોંગ્રેસના પ્રમુખ દ્વારા મુંડન કરીને તજામનગરઃ કોર્પોરેશનમાં મેયરની નિષ્ફળતા સામે કોંગ્રેસ દ્વારા રોષ વ્યકત કરવામાં આવ્યો હતો.(તસ્વીરઃ કિંજલ કારસરીયા, જામનગર)  થા ધરણા કરીને રોષ ઠાલવ્યો હતો. પોલીસે ધારાસભ્ય વિક્રમ માડમ, કોંગ્રેસ પ્રમુખ ગિરીશ અમેથીયા સહિત ૨૦ની અટકાયત કરી હતી.

તેઓએ આવેદનપત્રમાં જણાવ્યું છે કે, શહેરના વિકાસની ચિંતા કરવી એ મારી ફરજ છે. થોડા સમય પહેલા જામનગર મહાનગરપાલિકાના નવા ચૂંટાયેલા હોદેદારો જેમાં મેયર, ડે.મેયર, ચેરમેન વગેરેએ જવાબદારી સંભાળેલ જેમાં મેયરશ્રી જામનગર મહાનગરના પ્રથમ નાગરિક છે અને જામનગરની પ્રજા પ્રત્યેની વિશેષ જવાબદારી છે. બી.પી.એમ.સી. એકટ મુજબ દર માસે જામનગર મહાનગર ની સામાન્ય સભા (જનરલ બોર્ડ) મળે છે. જેમાં શહેરના વિકાસ માટેના એજન્ડા નક્કી કરવામાં આવે છે. તથા જામનગર મહાપાલિકાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ તથા જામનગર મહાનગરપાલિકાના જવાબદાર અધિકારીઓ જામનગર શહેરના વિકાસ અને નવી યોજના-આયોજન તથા જામનગર શહેરના પ્રાણ-પ્રશ્નો અંગેની મુકત મને ચર્ચા કેરે છે. તથા કોર્પોરેટરશ્રીઓ દ્વારા બી.પી.એમ.સી. એકટની જોગવાઇ મુજબ પ્રશ્નોતરી કરવામાં આવે છે.

શહેરની પ્રજાની સુખાકારી અને સમુદ્ધી જળવાઇ રહે, જેમાં લોકોની મુખ્ય જરૂરીયાતો જેવી કે રોડ,રસ્તા, લાઇટ, સફાઇ પાણી વગેરે જરૂરીયાતો પુરી પાડવાને બદલામાં જામનગર મહાનગરપાલિકા જામનગરની પ્રજા પાસેથી ગબ્બરસિંગ જેવા મોટા ટેકસો નાખેલ છે. તે ટેક્ષ પાછો ખેંચવો એવી જામનગરની જનતા વતી માંગણી છે.

(3:45 pm IST)