Gujarati News

Gujarati News

News of Monday, 22nd October 2018

વઢવાણમાં ડેન્ગ્યુએ વૃદ્ધાનો ભોગ લીધો

ઠેર-ઠેર ગંદકીના ગંજ ખડકાતા લોકો ત્રાહીમામ

વઢવાણ તા.૨૨: વઢવાણમાં ૭૩ વર્ષના વૃદ્ધાનું ડેન્ગ્યુ તાવથી મોત થતા અરેરાટી વ્યાપી ગઇ છે.

શહેરમાં માધા ખવાસની શેરીથી આગળ જતા બેલીમફળી નામની આખી મુસ્લિમ વસાહત વર્ષોથી આવેલી છે. જયા રસ્તા રોડ નથી ગલીઓ છે જે પણ સાવ સાંકડી ગલીયો આવેલ છે. આજ વિસ્તારમાં સાફ સફાઇ કે દવાનો છંટકાવ કયારેય કરવામાં આવતો નથી જેના કારણે દુર્ગંધથી લઇ મચ્છરોનો ભારે ત્રાસ આ વિસ્તારના લોકોને યાતના સમાન બની ગયા છે.

ત્યારે બેલીમ ફળીના આ વિસ્તારમાં ગટરોના પાણી રોજ છલકાય તળાવડા બને છે. વર્ષો પહેલા બનેલી ગટરો હવે છીછરી ગટરો બની ગઇ છે. તો ગટરો તુટી પણ ગઇ છે. ત્યારે પાણી ગટરોના ગંદા તળાવળા બની લોકના ફળીયા ઘરના ઉંમરા સુધી છેક પહોંચી જાય છે. ત્યારે આ બેલીમ ફળીમાં માંદગીનો અજગરી ભરડો હોવાનું હાલમાં જાણવા મળેલ છે.(૧.૧૭)

(3:45 pm IST)