Gujarati News

Gujarati News

News of Monday, 22nd October 2018

કેશોદમાં ચોર સમજીને લોકોના ટોળાએ યુવકને લમધાર્યો :પોલીસે ભીડમાંથી છોડાવ્યો

યુવકના શરીરમાં જુના બ્લેડના કાપા :હાથમાં સુનિલ નામનું ટેટુ :જૂનાગઢ રીફર કરાયો

કેશોદ બોમ્બે પ્રોવિઝનની બાજુમાં એક અજાણ્યા યુવકને લોકોએ ચોર સમજીને ઢોર માર માર્યો. પોલીસે તાત્કાલીક ભીડની ચુંગાલમાંથી યુવકને છોડાવ્યો હતો. અને સિવિલ હોસ્પિટલ લઇને પહોંચેલી હતી. ત્યારે યુવકની તપાસ કરતા તેના શરીર પર જૂના બ્લેડના કાપા મારેલા દેખાયા હતા. તથા યુવકના હાથ પર સુનિલ નામનું ટેટૂ પણ હતું. જેને લઇને પોલીસે હાલમાં યુવક અંગે તપાસ શરૂ કરાઇ છે. જ્યારે કે ડોકટર્સે યુવકને જૂનાગઢ ખાતે રિફર કર્યો છે.

 

(1:31 pm IST)