Gujarati News

Gujarati News

News of Monday, 22nd October 2018

ઢાંક પાસે પાટણમાં શસ્ત્રપૂજન

ઢાંક : ઉપલેટા તાલુકાના ઢાંકની બાજુમાં પાટણમાં વાળા પરિવારના સહાયક કુળદેવી નાગબાઇ માતાજીના સાનિધ્યમાં દશેરાના દિવસે વાળા રાજપૂત સમાજ તેમજ સમસ્ત ક્ષત્રિય સમાજ દ્વારા દશેરાના શુભદિવસે અહિ રાજપૂતોને શાસ્ત્રી કિશોરભાઇ જોશી દ્વારા પરંપરાગત રીતે શસ્ત્રપુજન જામજોધપુર તાલુકાના પાટણ ગામે આદ્યશકિતમાં નાગબાઇ માતાજીના પટાંગણમાં કરવામાં આવેલ. વાળા અને સમસ્ત ક્ષત્રિય સમાજના આદર્શો અને સંસ્કાર રૂપી સમૃધ્ધિ વારસાને તેમજ ગૌરવવંતા ભૂતકાળની યાદ કરવા ક્ષત્રિય સમાજ દ્વારા શસ્ત્રપૂજન કરવામાં આવેલ તે તસ્વીર.

(12:36 pm IST)
  • ભાવનગરના નગરસેવીકાના પુત્ર પર જીવલેણ હુમલો:કોંગ્રેસના કરચલિયા પરા વોર્ડના ગવુબેન ચૌહાણના પુત્ર પર હુમલો: નગરસેવીકાનો પુત્ર બિપિન ચૌહાણના સાસરે કોળિયાક ગામે બન્યો બનાવ:માતાજીના નિવેદમાં ગયેલા બિપિન પર ત્રણ શખ્સનો હુમલો:પડખામાં અજણયા ત્રણ શખ્સોએ મારી છરી:બીપીનને ગંભીર હાલતે ભાવનગરમાં ઓપરેશન કરાયું access_time 9:47 pm IST

  • ભાવનગર ખાતે રો રો ફેરી સર્વિસનું ૨૭ ઓક્ટોબરે વિજયભાઈ રૂપાણીના હસ્તે ઉદ્ઘાટન કરાશે access_time 1:12 am IST

  • કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહનું વિવાદિત નિવેદન:ભારતના મુસ્લિમ રામના વંશજ નહીં કે મુગલોનાં:મુસ્લિમ રામમંદિરનો ન કરે વિરોધ:જે લોકો વિરોધ કરે છે તેઓ સમર્થનમાં આવે, નહીં તો તેઓથી હિન્દુ સમાજ થશે નારાજ:રામ મંદિર નહીં બન્યુ તો વિવાદનો અંત નહીં આવે access_time 4:38 pm IST