Gujarati News

Gujarati News

News of Monday, 22nd October 2018

ગોંડલ કલોથ મરચન્ટ એસો.ના પ્રમુખપદે ૩૨મા વર્ષે બિનહરીફ ચૂંટાતા દિનેશભાઈ માંડલીયા

ગોંડલ, તા.૨૦ : કલોથ મરચન્ટ એસોસીએશનની વાર્ષિક સાધારણ સભા મળેલ. જેમાં તમામ વેપારી સભ્યો હાજર રહેલ. પ્રમુખશ્રી દિનેશભાઈ માંડલીયાએ ગત વર્ષની કામગીરી તથા હિસાબો રજૂ કરતા સર્વાનુમતે મંજૂર કરવામાં આવેલ.

વર્ષ ૨૦૧૮-૧૯ માટેના હોદ્દેદારોની વરણી કરવામાં આવતા પૂર્વ શહેર ભાજપ પ્રમુખ, સામાજીક સંસ્થા ફ્રેન્ડઝ ગ્રુપના સ્થાપક પ્રમુખ અને નાગરીક સહકારી બેંકના પૂર્વ ડિરેકટર દિનેશભાઈ માંડલીયાની સતત ૩૨મા વર્ષ માટે પ્રમુખ તરીકે વરણી કરવામાં આવેલ છે. મંત્રી મોહનભાઈ સોનૈયાની પણ સતત ૩૨મા વર્ષ માટે તેમજ ખજાનચી ચીમનલાલ પોપટલાલ નિર્મળ પણ ૩૨મા વર્ષ માટે તેમજ મહેશભાઈ વાડોદરીયા સતત ૧૦મા વર્ષ માટે સર્વાનુમતે વરણી કરવામાં આવેલ.

(12:32 pm IST)