Gujarati News

Gujarati News

News of Monday, 22nd October 2018

ગોંડલના લાલ મંદિર દ્વારા લાલ બાપાનો જન્મોત્સવ ઉજવણીની તૈયારીઓ

લોધીકા તા.૨૦ : મોચી જ્ઞાતિના ઉજાગર સંત શ્રી લાલબાપાનો ૧૩૮મો જન્મોત્સવ તા.૨૪ને બુધવાર શરદ પુનમના રોજ ગોંડલ નિજ મંદિર શ્રી લાલ મંદિર મહંત શ્રી પરસોતમદાસજીના વડપણ હેઠળ મહોત્સવની ઉજવણી થશે.

પૂજય બાપાના નિજ મંદિર શ્રી લાલ મંદિર દેવપરા ખાતે તા.૨૪ના રોજ સવારે શ્રી લાલગુરૂ અમૃતયજ્ઞ  ચરણ પાદુકા પૂજન, ધજા આરોહણ બહારગામથી પધારેલા જ્ઞાતિના પ્રમુખો તથા ભકતજનોની હાજરીમાં સવારે ૧૧-૩૦ કલાકે શ્રી લાલગુરૂ અમૃતયજ્ઞનું બિડુ હોમવામાં આવશે. વેરી દરવાજાની અંદર (ખત્રીવાડી) ખાતે બપોરે ૧૨ કલાકે મહાઆરતી કેક કાપી ઉજવણી તથા જ્ઞાતિ સંસ્થાના આગેવાનોનો સત્કાર સમારંભ સાથે જ્ઞાતિના મુક સેવકોનું શ્રમ સેવા સન્માન સમારંભ યોજવામાં આવશે. સમુહપ્રસાદ બપોરે ૧૨-૩૦ કલાકે રાખવામાં આવેલ છે. તેમજ પૂજય બાપાની ૧૩૮મી જન્મોત્સવમાં ધારાસભ્ય શ્રીમતી ગીતાબા જાડેજા, કારોબારી ચેરમેન રાજભા જાડેજા તેમજ ગોંડલ નગરપાલીકાના પ્રમુખ અશોકભાઇ પીપળીયા, મોચી સમાજના કાર્યકર્તાઓ એસ.એન.ચૌહાણ રાજકોટ, મનોજભાઇ ચુડાસમા જામનગર, મહેન્દ્રભાઇ નાગર સુરેન્દ્રનગર, નટવરલાલ એન.ચૌહાણ રાજકોટ તેમજ સમગ્ર મોચી સમાજની વિશાળ હાજરીમાં મહોત્સવ ઉજવાશે તેવી યાદી લાલબાપા મંદિરધામ ગોંડલ મહંત પરસોતમદાસજી, વ્યવસ્થાપક ભરતભાઇ ચુડાસમા તથા સુરેશભાઇ ચૌહાણની યાદી જણાવે છે

(12:31 pm IST)