Gujarati News

Gujarati News

News of Monday, 22nd October 2018

ભાવનગરમાં ચોરાઉ મોબાઇલ સાથે ભરત ઉર્ફે મોરલો ઝડપાયો

ભાવનગર તા. ૨૨ : જીલ્લામાં મિલ્કત સંબંધી ગુન્હાઓ બનતા અટકાવવા માટે તથા બનેલ ગુન્હાનો ભેદ ઉકેલી કાઢવા ભાવનગર જીલ્લાના પોલીસ અધિક્ષકશ્રી પી.એલ.માલે તમામ પોલીસ અધિકારીઓને સુચના આપેલ હોય જેના ભાગ રૂપે એસ.ઓ.જી. શાખાના પોલીસ સબ ઇન્સ્પેકટર ડી.ડી.પરમારના માર્ગદર્શન હેઠળ ભાવનગર એસ.ઓ.જી. શાખાના સ્ટાફના માણસો ભાવનગર ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. દરમ્યાન પોલીસ કોન્સ. બાવકુદાન કુંચાલાને મળેલ બાતમી આધારે રંઘોળા ગામના બસ સ્ટેન્ડ પાસેથી આરોપી ભરતભાઇ ઉર્ફે મોરલો બાલાભાઇ પરમાર ઉ.વ.૨૩ રહેવાસી રંઘોળા ગામ, તા.ઉમરાળા જી.ભાવનગર વાળાને જુદી જુદી કંપનીના શંકાસ્પદ - ચોરાઉ મોબાઇલ ફોન નંગ-૮ કિ.રૂ. ૨૬,૫૦૦ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરી ઉમરાળા પોલીસ સ્ટેશન ખાતે સોપી આપેલ છે. આ કામગીરી એસ.ઓ.જી.ના પોલીસ સબ ઇન્સ. ડી.ડી.પરમારના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી. શાખાના હેડ કોન્સ. મહાવીરસિંહ ગોહીલ તથા પોલીસ કોન્સ. બાવકુદાન કુંચાલા તથા યોગીનભાઇ ધાંધલ્યા તથા મુકેશભાઇ પરમાર તથા રાજદીપસિંહ ગોહીલ જોડાયા હતા.

(12:31 pm IST)