Gujarati News

Gujarati News

News of Monday, 22nd October 2018

મોરારીબાપુ પોતાની જન્મભૂમિ પર કરશે રામકથા : CM અને સેલિબ્રિટીઓ પણ રહેશે હાજર

મહુવા તા. ૨૨ : મહુવાના તલગાજરડા ખાતે મોરારીબાપુની જન્મભૂમિમાં યોજવા જઈ રહી છે ૮૧૮મી ઐતિહાસિક રામકથા, જેની તડામાર તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે. આ રામકથામાં સીએમ વિજય રૂપાણી સહિત અનેક સેલિબ્રિટીઓ પણ ઉપસ્થિત રહેશે. ત્યારે બાપુ એ જ કહ્યું હતું કે, આ કથા ૧૬ કળાયે ખીલીને આવશે, અને આ કથામાં યોગી આદિત્યનાથ, સાધ્વી ઋતુભંરાજી, ગુજરાતના સીએમ સહિતના અનેક નેતાઓ સાથે ફિલમ સ્ટારો, ઉપસ્થિત રહેવાના છે. આ કથાનું નામ બાપુએ માનસ ત્રિભુવન એવું આપ્યું છે.કથાના મુખ્ય યજમાન નિમિત્ત માત્ર હરિભાઈ નકુમે જણાવ્યુ હતું કે, મારી જન્મ ભૂમિ પણ તલગાજરડા છે. આ યજમાન પદ મેળવવાનું મને સૌભાગ્ય થયું છે અને આ કથામાં ૧ લાખ લોકો આરામથી બેસી શકે એ માટે વિશાળ જર્મન ડોમ ઉભા કરવામાં આવ્યા છે અને દરરોજ ૫૦ હાજરથી વધારે લોકો માટે પ્રસાદની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. ૧૨૦ વીઘા જમીનમાં આ ડોમ રસોડું અને અન્ય વ્યવસ્થા કરવામાં આવી છે. તેમજ મહુવા, તળાજા, રાજુલા, સુરત, મુંબઈ સહીતના ગામોમાંથી ૨૫૦૦ જેટલા કાર્યકર્તાઓ ખડે પગે રહેશે, જયારે મહુવા શહેર ભાવનગર જિલ્લો અને રાજયમાં અનેક જગ્યાએ રામકથાના મોટા મોટા હોર્ડિંગ પણ મારવામાં આવ્યા છે.

(12:25 pm IST)