Gujarati News

Gujarati News

News of Monday, 22nd October 2018

વિંછીયાના છાસીયામાં જુગાર રમતા પાંચ શખ્સો પકડાયા

ગોરધન, વલ્લભ, શિવરાજ, દિનેશ તથા ભરતની ધરપકડ

વિંછીયા તા. રર :.. વિંછીયા પોલીસે તાલુકાના છાસીયા ગામમાં રેડ કરી પાંચ પતાપ્રેમીઓને રૂ. ૧૭૭૬૦ ના મુદામાલ સાથે ઝડપી લીધા હતાં. વિંછીયા પોલીસ મથકના પી. એસ. આઇ. વી. એમ. કોલા દ્વારા તથા પોલીસ સ્ટાફ એ બાતમીને આધારે રેડ કરતા જાહેરમાં તીનપતીનો જૂગાર રમતા ગોરધન ઓધા ભાલાણા, વલ્લભ શામજી ખોડાણી, શિવરાજ ભના સરવૈયા, દિનેશ કેશુ ઝાંપડીયા, ભરત છગન જોગરા જીથા (રહે. છાસીયા, તા. વિંછીયા)ને રોકડ રૂ. ૧૦ર૬૦ તથા મો. ફોન નંગ પ કિંમત ૭પ૦૦ કુલ મુદામાલ ૧૭૭૬ સાથે ઝડપી લઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

(12:24 pm IST)