Gujarati News

Gujarati News

News of Monday, 22nd October 2018

ગારીયાધારમાં પાલિકા સામે કોંગ્રેસના આક્ષેપો બાદ નિયામકે અભિપ્રાયો મંગાવ્યા

ગારીયાધાર, તા. ૨૨ :. ન.પા. કચેરી ખાતે વિરોધ પક્ષ દ્વારા મે માસમાં નિયામક કચેરી ખાતે ગારીયાધાર શહેરના બેલા રોડ પર થતી નાળાની કામગીરી, રોયલ ઈન્ફ્રાસ્ટ્રકચર દ્વારા થતી પેવિંગ બ્લોકની કામગીરી અને સ્ટ્રીટ લાઈટના ટેન્ડરના કામોમાં થયેલા ગોટાળાઓ અને ભ્રષ્ટાચારના આક્ષેપો સાથે તપાસની માંગણી કરવામાં આવી હતી. જે તમામ બાબતે નિયામક કચેરીના કમિશ્નર દ્વારા ન.પા. કચેરી પાસે આ બાબતે તમામ કામગીરીના અહેવાલોના અભિપ્રાયો રજૂ કરવાના આદેશ કરવામાં આવ્યા હતા.

જ્યારે ન.પા. પાસે આ અભિપ્રાયો નિયામક દ્વારા મંગાવાતા ન.પા. વિરોધ પક્ષને બળ મળ્યુ હતું. વળી આ અહેવાલોના પગલે આગામી દિવસોમાં નિયામક દ્વારા તપાસ કરીને શું નિર્ણય લેવામાં આવે ? તે જોવું રહ્યું.

(12:20 pm IST)