Gujarati News

Gujarati News

News of Monday, 22nd October 2018

વેરાવળથી ગીર સોમનાથ જિલ્લામાં એકતાયાત્રાના પ્રથમ તબકકાનો પ્રારંભ કરાવતા રાજશીભાઇ જોટવા

પ્રભાસપાટણ, તા.૨૨: સ્ટેચ્યુ ઓફ યુનિટી અંતર્ગત ગીર સોમનાથ જિલ્લામાંઆજથી એકતા રથયાત્રાનો વેરાવળ ખાતેથી રાજય બિજ નિગમના ચેરમેનશ્રીરાજશીભાઈ જોટવાએ શુભારંભ કરાવ્યો હતો. આ એકતાયાત્રા ગામે-ગામ જન-જન સુધી સરદાર સાહેબનો દેશની એકતા અખંડિતતાનો સંદેશો પહોંચાડશે તેમ જણાવી શ્રી રાજશીભાઈ જોટવાએ કહ્યું કે, નર્મદા ડેમ સાઈટ પર વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી સરદાર સાહેબની વિશ્રની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીનુ તા. ૩૧ ઓકટોબરના રોજ લોકાર્પણ કરશે જે આપણા માટે ગૌરવની વાત છે.

પૂર્વ મંત્રીશ્રી જશાભાઈ બારડ, જિલ્લા પંચાયત પ્રમુખ રૈયાબેન જાલંધરા, સાંસદશ્રી ચુનીભાઈ ગોહેલ, પ્રવાસન નિગમના ડિરેકટરશ્રી ઝવેરીભાઈ ઠકરાર, નગરપાલીકા પ્રમુખ મંજુલાબેન સુયાણી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી ધર્મેન્દ્રસિંહ રહેવર, અગ્રણીશ્રી ડાયાભાઈ જાલંધરા, જગદીશભાઈ ફોફંડી, મહેન્દ્રભાઈ પીઠીયા, સરમણ સોલંકી, કિશોર સામાણી, નગરપાલીકાના સદસ્યો, અધિક કલેકટરશ્રી એચ.આર.મોદી, આસી.કલેકટરશ્રી નીતીન સાંધવાન સહિત અધિકારીઓ-પદાધિકારીઓ એકતાયાત્રાના શુભારંભ પ્રસંગે સહભાગી થઈ સરદાર સાહેબને ભાવાંજલી અર્પી હતી.

એકતાયાત્રા વેરાવળથી પ્રસ્થાન બાદ ડારી, વડોદરા-ડોડીયા, આદ્રી, સીડોકર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં આવતા ગ્રામજનો દ્રારા એકતા રથયાત્રાનુ ભવ્ય સ્વાગત કરવા સાથે સરદાર સાહેબને ભાવાંજલી અર્પી હતી. સરદાર સાહેબે ખેડૂતો માટે જીવન સમર્પીત કરવા સાથે ૫૬૨ રજવાડાઓને એક કરી અખંડ ભારતનુ નિર્માણ કર્યું હતું. ધર્મ-જાત વર્ગ કોઈ ભેદભાવ વગર સરદાર સાહેબ જીવન પર્યત સેવાઓ આપી હતી. વેરાવળ ખાતે એકતાયાત્રાના પ્રારંભે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી એસ.કે.મોદીએ સૌનુ સ્વાગત અને મામલતદારશ્રી દેવકુમાર આંબલીયાએ આભાર દર્શન કર્યું હતું.

(12:08 pm IST)
  • અમરેલી-ખાંભા અને મોટા બારમણની સસ્તા અનાજની બે દુકાનો સીઝ કરાઈ:પુરવઠા વિભાગ દ્વારા તપાસમાં ગેરરીતી જણાતા કરાઈ કાર્યવાહી access_time 9:44 pm IST

  • ગુજરાત સરકારનું પ્રતિનિધિ મંડળ પહોંચ્યુ રાજભવન :ઝારખંડના રાજ્યપાલ સાથે કરશે મુલાકાત:31 ઓક્ટોબરે સ્ટેચ્યુ ઓફ યુનિટીના લોકાર્પણ કાર્યક્રમમાં આમંત્રિત કરવા આવ્યું પ્રતિનિધિ મંડળ access_time 4:38 pm IST

  • કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહનું વિવાદિત નિવેદન:ભારતના મુસ્લિમ રામના વંશજ નહીં કે મુગલોનાં:મુસ્લિમ રામમંદિરનો ન કરે વિરોધ:જે લોકો વિરોધ કરે છે તેઓ સમર્થનમાં આવે, નહીં તો તેઓથી હિન્દુ સમાજ થશે નારાજ:રામ મંદિર નહીં બન્યુ તો વિવાદનો અંત નહીં આવે access_time 4:38 pm IST