Gujarati News

Gujarati News

News of Monday, 22nd October 2018

લોધીકાના ખીરસરામાં એકતા યાત્રાનું ભવ્ય સ્વાગતઃ બાળાઓ દ્વારા સામૈયા

ખીરસરા, તા. ૨૨ :. સરદાર વલ્લભભાઈ પટેલે સમગ્ર દેશને એકતા અને અંખડિતાનો ભાવ ઉભો કરેલ. સમગ્ર દેશના જન-જનમાં એકતાયાત્રા જાગૃત કરશે.  આવા અભિગમથી ગુજરાતના દશ હજાર ગામમા એકતા રથ ફરી રહેલ છે અને તા. ૩૧-૧૦-૧૮ના રોજ નર્મદા કાંઠે સરદાર વલ્લભભાઈનું ૧૮૩ મીટર વિશ્વનું સૌથી મોટું સ્ટેચ્યુ ઓફ યુનિટીનું લોકાર્પણ દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના કળોકમલથી દેશને એકતાના સંદેશ રૂપે લોકાર્પણ કરવામાં આવશે.

એકતા રથયાત્રાનું લોધીકા તાલુકાના ખીરસરા ગામે સરદાર સાહેબની પ્રતિમાને ફુલહાર કરી એકતા રથનું સ્વાગત રાજકોટના સાંસદ મોહનભાઈ કુંડારીયા રાજકોટ-૭૧ના ધારાસભ્ય લાખાભાઈ સાગઠિયા તાલુકા પંચાયત પ્રમુખ અનિરૂદ્ધસિંહ ડાભી તાલુકા ભાજપ પ્રમુખ તેમજ યાત્રા ઈન્ચાર્જ ભરતસિંહ જાડેજા, વિજયભાઈ કોરાટ, માવજીભાઈ સાગઠિયા, મુકેશભાઈ તાલુકા મામલતદાર શ્રી મકવાણા, ટી.ડી.ઓ. તલાટી મંત્રી આંગણવાડી સ્ટાફ ગ્રામજનો અને નાની નાની બાળાઓ દ્વારા સામૈયા લઈને સરદાર સાહેબને કુમકુમ તિલક કરી એકતા રથયાત્રાનું સ્વાગત કરાયુ હતું.

(12:04 pm IST)