Gujarati News

Gujarati News

News of Monday, 22nd October 2018

વિંછીયાના રેવાણીયા પાસે દારૂની ૯૭ બોટલ સાથે મુકેશ કોળી પકડાયો

વિંછીયા તા.૨૨: વિંછીયા તાલુકાના રેવાણીયા ગામમાં વિંછીયા પોલીસે રેડ કરી ૪૯૦૦૦ના ઇંગ્લીશ દારૂ સહિત મુદ્દામાલ સાથે કોળી યુવાનની ધરપકડ કરી છે.

મળતી હકીકત મુજબ વિંછીયાના નવનિયુકત પી.એસ.આઇ. વી.એમ. કોલાદરાને પુર્વ બાતમી મળેલ કે મુકેશ મગનભાઇ મેર કોળી રેવાણીયા ગામમાં પોતાના ઘરે બિન કાયદેસર ઇંગ્લીશ દારૂ વેંચે છે તેવી બાતમી મળતા પોલીસે દરોડો પાડી દારૂની ૯૭ નંગ બોટલ તથા મોબાઇલ મળી રૂ. ૪૯૦૦૦ના મુદ્દામાલ સાથે ઝડપી લઇ કાર્યવાહી કરી હતી.(૧.૯)

(12:00 pm IST)