Gujarati News

Gujarati News

News of Monday, 22nd October 2018

ગોંડલમાં મજુરીના રૂપિયા ન ચૂકવતા જામનગરના કોન્ટ્રાકટર સામે ગુન્હો નોંધાયો

આદિવાસી મજૂરને કડીયા કામના ૧.૮૭ લાખ ન ચૂકવી છેતરપીંડી કરી'તી

ગોંડલ તા. ૨૨ : ગોંડલના કોલેજ ચોક પાસે આવેલ સ્વામિનારાયણ ગુરુકુળ માં પેટા કોન્ટ્રાકટમાં પ્લાસ્ટર કામ કરનાર આદિવાસી મજૂરને જામનગરના કોન્ટ્રાકટરે રૂ. ૧,૮૭,૦૦૦ ની મજૂરી ન ચુકવતા પોલીસ મથકમાં છેતરપિંડી અંગેની ફરિયાદ નોંધાવા પામી છે.

પ્રાપ્ત વિગતો મુજબ મૂળ એમપીના જાંબુવા તાલુકાના અને ગોંડલમાં છેલ્લા કેટલાક સમયથી કડિયા કામ કરી પેટિયું રળતા ભરતસિંહ ફોમસિંહ હટીયા ભીલ આદિવાસી દ્વારા જામનગરના કોન્ટ્રાકટર હિતેશ નાનજીભાઈ પિત્રોડા પાસેથી પેટા કોન્ટ્રાકટ માં સ્વામિનારાયણ ગુરુકુળ ના પ્લાસ્ટર નું કામ રાખવામાં આવ્યું હોય જે કામ પૂરું થઇ ગયા બાદ બાકી નીકળતી મજૂરી રૂ. ૧૮૭૦૦૦ ન ચુકવતા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પી.એસ.આઇ ઠાકોર એ તપાસ હાથ ધરી છે.(૨૧.૧૫)

(11:57 am IST)