Gujarati News

Gujarati News

News of Monday, 22nd October 2018

જુનાગઢમાં રાત્રે છરી બતાવીને અડધા લાખની મત્તાની લુંટ

સોનીકામ કરતાં બંગાળી કારીગરની બે સામે ફરિયાદ

જુનાગઢ તા.૨૨: જુનાગઢમાં રાત્રે છરી બતાવીને બે શખ્સો સોનીકામ કરતાં બંગાળી કારીગરપાસે રૂ. ૪૬ હજારની મત્તાની લુંટ ચલાવીને નાસી જતાં સનસનાટી મચી ગઇ હતી. આ બનાવની વિગતો એવી છે કે જુનાગઢમાં ઘાંસની કમાન પાસે રહેતા પં.બંગારળના વતની અને સોનીકામ કરતાં સિપાઇઅલી શેખ ઉર્ફે રાહુલ બતારઅલી (ઉ.વ.૩૦) નામનાં યુવાન સાથે રાત્રે આઠનાં અરસામાં ભુરો નામનાં શખ્સે અને એક અજાણ્યા ઇસમે બોલાચાલી કરી હતી.

બાદમાં બંને જણાએ છરી બતાવીને સિપાઇ અલી શેખ પાસેથી સોનાનો ચેન અને વિંટી મળી કુલ રૂ. ૪૬ હજારની મત્તાની લુંટ ચલાવી હતી.

લુંટ ચલાવી બંને શખ્સો નાસી ગયા હતા. આ અંગે બંગાળી યુવાને ફરિયાદ નોંધાવતા એ ડિવીઝન પોલીસે ધોરણસરની કાર્યવાહી કરી વિશેષ તપાસ હાથ ધરી છે.(૧.૧૧)

(11:57 am IST)
  • એસસી/એસટી એક્ટમાં થયેલા નવા સુધારાને પડકારતી અરજીઓ ઉપર ૨૬ ઓક્ટોબર સુધીમાં જવાબ રજૂ કરવા સુપ્રીમ કોર્ટ આદેશ આપ્યો છે access_time 1:19 am IST

  • અમદાવાદ : દિવાળી પર એસટી વિભાગનો મહત્વનો નિર્ણય :GPSના માધ્યમે વોટ્સએપથી અધિકારીઓને ફરજિયાત હાજરી પુરાવાની રહેશે:જરૂર જણાય તો જ અધિકારીઓને રજા અપાશે :તહેવારોમાં મુસાફરોના ધસારાને જોતા નિર્ણય લેવાયો access_time 4:39 pm IST

  • ગુજરાત સરકારનું પ્રતિનિધિ મંડળ પહોંચ્યુ રાજભવન :ઝારખંડના રાજ્યપાલ સાથે કરશે મુલાકાત:31 ઓક્ટોબરે સ્ટેચ્યુ ઓફ યુનિટીના લોકાર્પણ કાર્યક્રમમાં આમંત્રિત કરવા આવ્યું પ્રતિનિધિ મંડળ access_time 4:38 pm IST