Gujarati News

Gujarati News

News of Monday, 22nd October 2018

ગુરૂવારથી ધોરાજીમાં હિન્દુ - મુસ્લિમના આસ્થાના પ્રતિક સમાન ઉર્ષનો પ્રારંભ

 ધોરાજી તા. ૨૨ : ધોરાજીમાં ગરીબોના બેલી દુઃખીઓના સહારા અને જેઓની દરગાહ પર હજારો હિન્દૂ મુસ્લિમો શીશ જુકાવી અને પોતાની મનોકામના માંગે છે. તેવું સૌરાષ્ટ્રમાં ઙ્ગકોમી એકતાના પ્રતીક સમાન હજરત ખ્વાઝા સાહેબના ૨૪૨ માં ઉર્ષ મેળા નું તા. ૨૫ ઓકટોબરથી પ્રારંભ થનાર છે. આ તકે દરગાહ શરીફના ખાદીમ સૈયદ રસુલમિયાં અલી મિયાં સૈયદ ઙ્ગ સૈયદ યાકુબમિયાં ગુલામ મોહ્યુદીન સૈયદ અશરફમીયાં મોહમ્મદમિયા, અહેમદમિયાં મોહંમદહુસેનમિયા, સૈયદ અસગરમીયા ગુલામ મોહ્યુદીન, સૈયદ કાદરમિયા મોહમ્મદમિયા, સૈયદ પીર એ તરીકત ઙ્ગમેહમુદમિયાંએ જણાવેલ કે ઉર્ષ મેળાના પ્રથમ દિવસે તા. ૨૫ને ગુરૂવારના રોજ બપોરે સર્વ પ્રથમ દરગાહ શરીફના સર્વે ખાદીમો ની ચાદર પેશ થશે બાદ માં સલાતો સલામ અને દુઆએ ખેર થશે અને બપોરે ૩ કલાકે દરગાહ શરીફ ખાતે થી ઢોલ નગારાના નાદ સાથે વિશ્વ વિખ્યાત જાંબુરના સીદીબાદશાહનું આદિવાસી નૃત્ય એ આકર્ષણનું ઙ્ગકેન્દ્ર બની રહેશે અને આ સંદલ શહેરના મુખ્ય માર્ગો પર ફરી અને ફરી દરગાહ શરીફ પર પૂર્ણ થશે ઉર્ષ શરીફના ૪ દિવસ સુધી દરગાહ શરીફ ખાતે મહેફિલ એ મિલાદ સહીતના ધાર્મિક કાર્યક્રમો રાખેલ છે.

આ ઉર્ષ શરીફમાં પધારવા દરગાહ શરીફના ખાદીમોએ અખબાર યાદીમાં જણાવ્યું છે. ઉર્ષ શરીફ ની તડામાર તૈયારીઓનો ધમધમાટ ચાલુ છે. ઉર્ષ મેળાને સફળ બનાવવા મુસ્લિમ સમાજના અગ્રણી હાજી ઇબ્રાહીમભાઇ કુરેશી હાજી અન્વરશાહ રફાઈના માર્ગદર્શન હેઠળ તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યું છે.

ઉર્ષ મેળા કમીટી ના મુસીરભાઇ માજોઠી. બોદુભાઈ ચૌહાણ, કાસમભાઈ કુરેશી મકબુલભાઈ ગારણા,  રફીકબાપુ કેરામવાળા, ઇમરાનભાઈ ખાટકી, મો.કાસીમભાઈ ગરાંણા વિગેરે લોક મેળાને સફળ બનાવવા માટે જહેમત ઉઠાવી રહ્યા છે. ઉર્ષ  નિયમિતએ લોકોના મનોરંજન માટે ૪ દિવસીય લોકમેળો પણ યોજાશે.(૨૧.૧૫)

(11:54 am IST)