Gujarati News

Gujarati News

News of Monday, 22nd October 2018

ઉપલેટા પાર્સલ બોમ્બ પ્રકરણમાં આરોપી નાથા ડોબરીયા રિમાન્ડ ઉપર

 ઉપલેટા, તા., ૨૨: તાજેતરમાં પોરબંદર રોડ ઉપર આવેલા ક્રિષ્ના શૈક્ષણીક સ્કુલમાં પાર્સલ બોમ્બ તથા ર૦ વર્ષ પહેલા ગાંધી ચોકમાં રતીભાઇ પાદરીયાના ઓફીસમાં થયેલ બોમ્બ કાંડના આરોપી નાથા રવજી ડોબરીયા હાલ રાજકોટવારાને તપાસીની અધિકારી ઉપલેટાના પીઆઇ પલ્લાચાર્યએ કોર્ટમાં રજુ કરેલ હતો.

જેમાં આરોપીને તપાસ માટે કોર્ટમાં ૧૪ દિવસની રીમાન્ડની પોલીસે માંગણી કરેલ હતી. કોર્ટે આરોપી અને સરકારી વકીલને સાંભળીને ૮ દિવસના રીમાન્ડ મંજુર કરેલ હતા. આરોપી મુળ ઉપલેટામાં રહેતા ઉપલેટામાં તેમનું મકાન તથા ખેતી પણ છે. હાલ ઘણા સમય પહેલા રાજકોટમાં નાનામવા રોડ પરના ગાંધી સ્કુલ પાછળ પંચરત્ન એપાર્ટમેન્ટ બ્લોક નંબર-૪ રહેવા જતો રહયો છે. ત્યાં પણ નિવૃત જીવન ગાળો હોવાનું તપાસમાં બહાર આવેલ છે.

(11:51 am IST)