Gujarati News

Gujarati News

News of Monday, 22nd October 2018

''સ્ટેચ્યુ ઓફ યુનિટી'' ખાતે રાજવીઓના નામનો ઉલ્લેખ કરોઃ શંકરસિંહ વાઘેલા

ભાવનગર તા.રર : ભાવનગરમાં યોજાયેલ ક્ષત્રીય સમાજના પુસ્તક વિમોચન આજે જ્ઞાતી રત્ન સમારોહમાં ઉપસ્થિત રહેલ રાજયના પૂર્વ મૂખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ કાર્યક્રમ પુર્ણ થયા બાદ પત્રકાર પરિષદ સંબોધી હતી.

નિમલબાગ પેલેસ ખાતે યોજવામાં આવેલ પત્રકાર પરિષદમાં શંકરસિંહ વાઘેલાએ સ્ટેચ્યુ યુનિટી અંતર્ગત તૈયાર થયેલ સરદાર વલ્લભભાઇ પટેલની પ્રતિમા અંગે વાત કરી હતી અને સાથોસાથ ભાવનગરના રાજવી કૃષ્ણકુમારસિંહજી ગોહિલે અખંડ ભારતના નિર્માણ માટે ભાવનગર રાજય સૌપ્રથમ સમર્પિત કરીને દેશ માટે આપેલ યોગદાનને ન ભુલવું જોઇએ તેમ જણાવ્યું હતું.

પત્રકાર પરિષદમાં શંકરસિંહ વાઘેલાએ પત્રકારોના પ્રશ્નોના જવાબ આપ્યા હતા.

સ્ટેચ્યુ ઓફ યુનિટીનું લોકાર્પણ થઇ રહ્યું છે ત્યારે સરદાર પટેલની પ્રતિમા સ્થળે ભાવનગરના રાજવી કૃષ્ણકુમારસિંહજી સહિતના રાજવીઓએ દેશની એકતા માટે આપેલ યોગદાનનો ઉલ્લેખ કરવામાં આવે તેમજ રાજવીઓના નામ અને રાજયના પ્રતિક મુકવામ)ં આવે તેવી માંગણી કરી હતી.(૬.૯)

(11:50 am IST)