Gujarati News

Gujarati News

News of Monday, 22nd October 2018

વેરાવળ પ્રાંત અધિકારી રાઠોડની મહેસાણા અધિ. કલેકટર પદે નિમણૂંક

પ્રભાસપાટણ તા. રર : મળવા જેવા માણસ અને કાર્યદક્ષ કાબીલેદાદ કર્મશીલ એવા સોમનાથ પંથકના વેરાવળ-પ્રાંત અધિકારી પ્રદીપસિંહ રાઠોડની બઢતી સાથે મહેસાણા જીલ્લા અધિક કલેકટર તરીકે નિમણૂંક થતા તેઓ સોમનાથ મહાદેવના દર્શન કરી મહેસાણા ચાર્જ લેવા રવાના થયા હતા.

૧૯ જાન્યુઆરી ૧૯૭૩ના રોજ રાજકોટ ખાતે જન્મેલ અને મોરબીના વેજલપુર ગામના વતની તેઓએ ગાંધીનગર મ્યુ. નાયબ કમિશનર કલોલ પ્રાંત અધિકારી મહેસાણા જીલ્લા પંચાયતના જીલ્લા વિકાસ અધિકારી તથા જૂનાગઢના મ્યુ. કમિશનર અને વેરાવળ પ્રાંત અધિકારી કાર્યદક્ષ અને પ્રજા સાથે સુમેળ વિવેક ભર્યા અભિગમ દાખવી પ્રજા અને તંત્રમાં ખૂબજ આદર ધરાવતા હતાં તેમને બઢતી મળતા ઠેર-ઠેરથી અભિનંદન-શુભેચ્છાઓનો વરસાદ થયેલ હતો.

(9:15 am IST)