Gujarati News

Gujarati News

News of Friday, 22nd September 2023

સરસ્‍વતી સન્‍માન વીર રાણી દુર્ગાવતી નારીરત્‍ન એવોર્ડ સમારોહ

વિશિષ્‍ટ પ્રતિભાઓનો સન્‍માન સમારોહ

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ, તા.૨૨: આગામી તા.૨૮ને ગુરૂવારના રોજ શ્રી રાજરાજેશ્‍વર ચેરીટેબલ ટ્રસ્‍ટ દ્વારા રાજકોટ એન્‍જીનીયરીંગ એસો.હોલ ભકિતનગર રેલ્‍વે સ્‍ટેશન પાસે રાજકોટ ખાતે બપોરે ૧ થી ૪ આ સંસ્‍થાના પ્રમુખ ઇન્‍દ્રનીલભાઇ રાજયગુરૂના અધ્‍યક્ષ સ્‍થાને વિવિધ કાર્યક્રમોનું આયોજન કરેલ છે.

જેમાં રાજગોર બ્રાહમણ જ્ઞાતિના તેજસ્‍વી તારલાઓ કે જે દર વર્ષે વિવિધ વિદ્યા શાખામાં ઉચ્‍ચ ગુણાંક પ્રાપ્‍ત કરીᅠસમાજનું ગૌરવ વધારનાર તેજસ્‍વી વિદ્યાર્થીઓનો તેરમો સરસ્‍વતી સન્‍માન તેમજ વીર રાણી દુર્ગાવતી નારીરત્‍ન એવોર્ડ અને વિશિષ્‍ટ પ્રતિભાઓના સન્‍માન સમારોહ યોજાનાર છે.

જેમાં બપોરે ૧૧/૩૦ થી ૧ ભોજન સમારંભ અને ત્‍યારબાદ પ્રાર્થના અને સ્‍તુતી સાથે મુખ્‍ય કાર્યક્રમ શરૂ થશે. મહેમાનોનું દાતાશ્રીઓનું સ્‍વાગત શાબ્‍દીક રીતે કરાશે અને દિપ પ્રાગટય સાથે વિધીવત કાર્યક્રમ શરૂ થશે તેમજ મહેમાનોનું પ્રવચન વિદ્યાર્થીઓનું નારીરત્‍ન એવોર્ડ તથા વિશિષ્‍ટ પ્રતિભાઓનો સન્‍માન સમારોહ યોજાશે. આ કાર્યક્રમમાં રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિ સેવા સંઘના ટ્રસ્‍ટીઓ હોદેદારો તેમજ રાજકીય મહા(( પણ ઉપસ્‍થિત રહેશે. કાર્યક્રમને સફળ બનાવવા પ્રમુખ ઇન્‍દ્રનીલ રાજયગુરૂના માર્ગદર્શન હેઠળ ધીરૂભાઇ મહેતા, નીતીનભાઇ ભરાડ, સતિષભાઇ તેરૈયા, લલિતભાઇ ધાંધીયા, ભયલભાઇ મહેતા, તૃપ્‍તિબેન દવે અને આયોજક સમિતીના જયેશભાઇ દવે, મનિષ બામટા, ડો.વર્ષા મહેતા, મહેન્‍દ્રભાઇ જોશી અને સમગ્ર ટીમ જહેમત ઉઠાવી રહી છે.

(4:40 pm IST)