Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd September 2021

ગોંડલ ગેટકોના નિવૃત્ત કર્મચારી સાથે પ.૯૪ લાખની ઠગાઇ

સેવિંગ ખાતામાંથી ૧૩ વાર ઓનલાઇન ટ્રાન્જેકશન કરી રૂપિયા ઉપાડી લીધા

(જીતેન્દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ તા.ર૧: ૧૩ વખત ટ્રાન્ઝેકશન કરી રૂપિયા ૫,૯૪,૯૭૮ જેવી માતબર રકમ સેરવી લેતા પોલીસ ફરિયાદ નોંધાવા પામી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ શહેરના ગુંદાળા રોડ પર આવેલ પટેલ કોલોનીમાં રહેતા ગેટકો ના નિવૃત્ત કર્મચારી વૃજલાલ વલજીભાઈ સોંડાગર ઉમર ૬૧ ના એસબીઆઇ બેન્કના સેવીંગ એકાઉન્ટમાંથી કોઈ અજાણ્યા શખ્સોેએ ઓનલાઇન બેન્કિંગ દ્વારા આશરે ૧૩ વખત ટ્રાન્ઝેકશન કરી રૂપિયા ૫૯૪૯૭૮ ની માતબર રકમ સેરવી છેતરપીંડી કરતા પોલીસ ફરિયાદ નોંધાવતા સિટી પી.આઈ એમ આર સંગાડા, હેડ કોસ્ટેબલ હરેન્દ્રસિંહ જાડેજા તેમજ પ્રતિપાલસિંહ જેઠવા દ્વારા તપાસના ચક્રો ગતિમાન કરાયા હતા.

(1:04 pm IST)