Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd September 2021

પૂ.ગાંધીજી હયાત હતા ત્યારે તેઓના જન્મદિનની વિક્રમ સવંત મુજબ રેંટીયા બારશે સાદાઇથી ઉજવણી કરાતી

જોગાનુજોગ આ વર્ષે અંગ્રેજી કેલેન્ડર મુજબ ર જી ઓકટોબર ગાંધી જયંતી બાદ બીજે દિવસે રેટીયા બારશઃ અંગ્રેજોના શાસનમાં પણ રેટીયો બારશે જાહેર રજા રહેતી

પોરબંદરઃ વિક્રમ સવંત પ્રમાણે રેટીયા બારશે જન્મદિવસ રાષ્ટ્રપિતા  પૂ. ગાંધીજીનો છે. જન્મ સમયે ઇસ્વીન પ્રમાણે તા.ર-જી ઓકટોબર હતી. ભારતીય કેલેન્ડર પ્રમાણે ભારતીય સંસ્કૃતિમાં તીથી વધઘટ થતી રહેતી હોય જેના કારણે આજની વીસમી સદીનો વર્ગ ઇસ્વીન પ્રમાણે તારીખને મહત્વ આપે છે અને જે સરકારે પણ નોંધ રાખી રાષ્ટ્રપિતાના જન્મદિનની ઉજવણી તા.ર જી ઓકટોબરના કરે છે. અને રાષ્ટ્રમાં તારીખ બીજી ઓકટોબરની રજા જાહેર  કરાય છે. મહત્વના રાષ્ટ્રીય કાર્યક્રમોની ઉજવણી કે શુભારંભ બીજી ઓકટોબરના યોજવા આગ્રહ સેવાય છે. તે મુજબ સરકારી કાર્યક્રમો જાહેર કરાય ઉજવણી કરવામાં આવે છે.

ભાદરવા વદ ૧ર (બારસ) પૂ.ગાંધીજી  જન્મ જયંતીની ઉજવણી રેંટીયા બારસ તરીકે કરવામાં આવે છે. આ દિવસ અતિ મહત્વ પુર્ણ સિમાહ ચિન્હરૂપ ગણાય છે અને ગણવામાં આવે છે. ભાદરવા વદ ૧ર (બારસ) રેંટીયા બારસ સમુહ ધર્મ પ્રાર્થના સાંધ્યકાળની તેમજ દેશની ગરીબીને ધ્યાનમાં રાખી નબળા નિર્મલ તેમજ કુપોષણ ધરાવતા નાગરીક આર્થીક રીતે પગભર પેટનો ખાડો પુરવા તેમજ દેશની ઉન્નતી સ્વનિર્ભરતા મળે તે ધ્યાને રાષ્ટ્રપિતાએ રેંટીયા તથા તકલીને મહત્વ આપ્યુ અને રૂની પુણી બનાવી હસ્તક કળાથી રૂની પુણીમાંથી સુતર કાંતી તેના વસ્ત્રો બનાવવી સ્વદેશી વસ્ત્ર પહેરવા ભુખમરા ભરો ભોગવતી વ્યકિતને રોજી રોટી સ્વદેશી ઉત્પાદન સ્વદેશમાં જ રહે બે રોજગારને શ્રમીક હતા. કુટુંબના ભરણપોષણ સ્વનિર્ભર સાથે સમાજમાં માનભેર સ્થાન સાથે જીવી શકે. પ્રથમ દેશી પધ્ધતીથી ઉભો રેંટીયો એક મોટુ વ્હીલ સામે નાનનુ વ્હીલ વચમાં ચકકરડી ધરી જીણી સોંય કે જેમાં રૂની પુણીનો છેડો ભરાવી ધીમે ધીમે ખેંચતા સુતર બની બહાર આવે જે સુતર ભેગુ થતા હાથશાળમાં કપડુ બનાવવા મોકલવામાં કે આપવામાં આવે તેની કિંમત પણ ઉપજે.

વર્તમાન સ્થિતિએ અંબર ચરખો તે પરીવર્તન પામેલ રેંટીયો છે. એક જાડી બેઠી સાળ છે. ઘણા નબળા વર્ગને આર્થીક રીતે પગભર કરે છે. જે રાષ્ટ્રનિર્માણ તરીકે પ્રાધ્યન્તા પામેલ છે. આ ભાદરવા વદ ૧ર બારસ કાંતણયજ્ઞ તરીકે ઉજવાય છે આ દિવસે પોરબંદરના રાષ્ટ્રપિતા પૂ. મહાત્મા ગાંધીજીના જન્મ સ્થાન કિર્તીમંદિરે સ્વધર્મ પ્રાર્થના સમુહ કાંતણ યજ્ઞ રાષ્ટ્રીય કાર્યક્રમ ઉજવણી કરાય છે. જયાં સુધી કીર્તીમંદિર સંચાલન સમીતી દ્વારા સ્વતંત્ર કિર્તીમંદિરનું સંચાલન કરવામાં ત્યાં સુધી કિર્તીમંદિર સંચાલન સમીતી આયોજન કરતી જે તે સમયે રાષ્ટ્ર પ્રેમી, ગાંધી વિચાર ધારાને સમર્પીત લોકોો સ્વયંભુ સાંજના કીર્તીમંદિરે પોતાનો પાસેનો રેંટીયો તકલી રૂ લઇ આવી જતા હતા.

ભાદરવા વદ ૧ર (બારસ) રાષ્ટ્રપિતાની વિક્રમ સવંત પ્રમાણે જન્મ દિનની ઉજવણી કરાય છે. ખુદ રાષ્ટ્રપિતા હૈયાત હતા ત્યારે તેઓશ્રી ભારતીય સંસ્કૃતિ પ્રમાણે જ પોતાના જન્મ દિનની ઉજવણી વિક્રમ સવંત પ્રમાણે સાદ્ગીથી ઉજવતા રાષ્ટ્રપિતાની દેશ સ્વતંત્ર કરવાની ચળવળ ચાલતી પરંતુ તેમની હૈયાતીમાં પણ ભાદરવા વદ-૧ર (બારસ) ની રજા રેંટીયા બારસ તરીકે અંગ્રેજી શાસનમાં જાહેર રજા તરીકે રાખવામાં આવતી જે પૂવે પેઢીને તેમની વિસ્મૃતી થઇ ગઇ હશે.

જયારે બીજી ઓકટોમ્બર જન્મ જયંતિ એટલા માટે ઉજવણી કરાય છે કે અંગ્રેજી દિવસ-વાર તારીખ સમયમાં ફેરફાર થતો નથી. ૩૬૦-૩૬પ દિવસમાં પાંચ આવતી નથી. જે આ દિવસ રાષ્ટ્રપિતા પૂ. મહાત્મા ગાંધીજીના જન્મદિન તરીકે રાષ્ટ્ર ઉજવે છે. અને વિવિધ કાર્યક્રમો-સમુહ પ્રાર્થના ભજનનો અન્ય રાષ્ટ્રીય સરકારી કાર્યક્રમોની ગોઠવણ કરી ઉજવાય છે કે ઉજવણી કરાય છે. સરકાર દ્વારા વિવિધ કાર્યક્રમોને વગ અપાય છે. પરિસ્થિતિ સંજોગ એ છે કે ધીમે ધીમે ગાંધી વિચારધારા અનુસરનારની સંધ્યા દિન પ્રતિદિન ઘટતી જાય છે. હૈયાત વ્યકિતની સરકાર નોંધ લેતી નથી.

રાષ્ટ્રપિતાની જન્મ જયંતિ ઉજવણી સામે કોઇને વાંધો ન હોય શકે. પરંતુ સર્વ-ધર્મ પ્રાર્થનામાં કિર્તી મંદિરે નાગરીકોને પ્રવેશ મળતો નથી. તેમાં પ્રોટોકલ બંદોબસ્તના નામે જે ત્રાસ અપાય છે. નરફત આવી જાય છે. ત્યારે શું ? ગાંધી કોનો ! તે પ્રશ્ન છે.

ગાંધીવાદી-સૌરાષ્ટ્ર સરકાર-ગુજરાત સરકારના અને કીર્તી મંદિર સંચાલન સમિતિના મંત્રી સ્વ. રતુભાઇ અદાણી તથા સ્વ. મંત્રી શશીકાન્ત એ લાખાણીની યાદી આવે છે. કિર્તી મંદિર સર્વ-ધર્મ પ્રાર્થનામાં હાજરી આપવા પરથી પ્રતિબંધ હકક હટાવી લીધેલ. પોલીસને કિર્તી મંદિરની બહાર ફરજ બજાવવા સુચના આપેલ છે. પ્રાર્થનામાં આવતા લોકોને અટકાવવા નહીં. તેવી ખાસ તકેદારી સાથે સુચના આપી અમલ કરાવે છે.  જયારે વર્તમાન સ્થિતિ જૂદી છે.

રાષ્ટ્રપિતાએ ગરીબી અને ભુખમરો નાબુદ કરવા રેંટીયો-તકતી ક્રાંતી સ્વરોજગારી મેળવવા દિશા બનાવી ત્યારે ૭પ માં વર્ષની આઝાદીની સ્વતંત્ર ૭૩ માં વર્ષની પ્રજાસત્તાક બંધારણ્ય સ્વાયતા રોજીરોટી કમાવવાની પોલીસી સરકારી અધિકારી છીનવી લ્યે છે ? તે પણ રાષ્ટ્રપિતાના જ જન્મ દિવસે સર્વ-ધર્મ પ્રાર્થના સમયે કેમ ? વિક્રમ સવંત ર૦૭૭ ઉપરા ઉપર બે દિવસ રાષ્ટ્રપિતાની જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવશે. પ્રથમ તા. ર-૧૦-ર૦ર૧ એકાદશી, ઇસ્વીશન પ્રમાણે રાષ્ટ્રપિતા પૂ. મહાત્મા ગાંધી જન્મ જયંતિ જયારે વિક્રમ સવંત ર૦૦૭ ના તા. ૩ ઓકટોબર રવિવાર ભાદરવા વદ-૧ર (બારસ) રેંટીયા બારસ (રાષ્ટ્રપિતા પૂ. મહાત્મા ગાંધીજીનો જન્મ દિવસ આજે જન્મ જયંતિ એમ બે દિવસ ઉજવણી થશે. ઘણા લાંબા સમયે આ જોગાનુંજોગ છે.

(1:01 pm IST)