Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd September 2021

પોરબંદર જુના બંદર તથા સુભાષનગર નવાબંદરનું ખાનગીકરણ કરવા હિલચાલ

જુના અને નવા બંદર કોસ્ટલ હાઇવે ટચ સહિત અનેક સુવિધા ધરાવે છેઃ ભરપુર કુદરતી સગવડતાઃ કુછડીના સુચિત બંદરનો પ્રશ્ન પેચીદો બનતા રાજકીય માફિયાઓની જુના બંદર ઉપર નજર?

(હેમેન્દ્રકુમાર પારેખ દ્વારા) પોરબંદર તા. રર :.. સરકાર દ્વારા શહેરથી દુર કુછડી દરિયાકાંઠે નવુ બંદર બનાવવા નિર્ણય લીધા બાદ કુછડીના સુચીત બંદરનો વ્યાપક પણે વિરોધ થતાં આ બંદરનો પ્રશ્ન પેચીદો બન્યો છે તેવા સમયે શહેરના જૂના બંદર અને સુભાષનગર બારમાસી નવા બંદરનું ખાનગીકરણ કરવા હિલચાલ શરૂ થઇ છે.

સરકાર દ્વારા નવા સુચિત કુછડી બંદરે હાલ કોઇ પ્રાથમિક સુવિધા નથી અને જો આ બંદર સાકાર કરવા કૃત્રીમ સુવિધા ઉભી કરવી પડે જયારે જુના બંદર કુદરતી બંદર હોય ભરપુર કુદરતી સગવડતા ધરાવે છે. કુછડી નવા બંદરનો પ્રશ્ન પેચીદો બનતા રાજકીય માફિયાઓની નજર જુના બંદર અને સુભાષનગર નવા બંદર ઉપર પડી છે.

થોડા દિવસ પહેલા એક રાજકીય અગ્રણી બંદરની ખાનગી મુલાકાત લીધી હતી જે અંગે અનેક ચર્ચા થઇ રહી છે. અને ત્યાં સુધી કહેવાય છે કે જૂના બંદર અને સુભાષનગર નવા બંદરનું ખાનગીકરણ કરવા હિલચાલ શરૂ થઇ ગઇ છે.

કુછડીમાં સાકાર થનાર બંદર પાછળ રાજકીય સ્વાર્થની ચર્ચા છે અને જૂના બંદરને બચાવવા ખારવા સમાજ સહિત અન્ય સમાજે પણ વિરોધ શરૂ કરેલ હતો.  ત્યારે મુન્દ્રા અને પીપાવાવ બંદરોની જેમ પોરબંદર જૂના બંદરનું ખાનગીકરણ કરવા હિલચાલ શરૂ થયાનું બહાર આવ્યું છે.

(12:59 pm IST)