Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd September 2021

વિસાવદરમાં હુમલો કરનારા આરોપીઓ પાસેથી હથિયારો વાહનો કબ્જે કરવા કાર્યવાહી

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા. રરઃ વિસાવદર ખાતેના બનાવ અનુસંધાને જૂનાગઢ પોલીસ દ્વારા તાત્કાલિક પગલાં લઈને કડક કાર્યવાહી કરવાની ખાત્રી આપ્યા બાદ, જિલ્લા પોલીસ વડા   રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા વિસાવદર પોલીસ સ્ટેશનની મુલાકાત લીધી હતી. ર્ંજિલ્લા પોલીસ વડા   રવિ તેજા વાસમ શેર્ટ્ટીં દ્વારા જુનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ સ્થાનિક વિસાવદર પોલીસ, ક્રાઇમ બ્રાન્ચ, સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ અને ટેક્નિકલ સેલની અલગ અલગ ત્રણ ટીમો બનાવી, આરોપીઓને સત્વરે પકડી પાડવા સુચનાઓ કરવામાં આવેલ હતી.

જિલ્લા  પોલીસ વડા રવિ તેજા વાસમ શેર્ટ્ટીં દ્વારા આપવામાં આવેલ સૂચના આધારે જુનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ સ્થાનિક વિસાવદર પોલીસ સ્ટેશનના પીઆઇ એન.આર.પટેલ, ક્રાઇમ બ્રાન્ચના પીઆઇ એચ.આઈ.ભાટી, સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના પીએસઆઇ જે.એમ.વાળા અને ટેક્નિકલ સેલના પીએસઆઇ ડી.એમ.જળું તેમજ સ્ટાફના ચુનંદા માણસોની અલગ અલગ ત્રણ ટીમો બનાવી, રાત દિવસ એક કરી, મળેલ બાતમી આધારે ર્ંઆરોપીઓ (૧) નાસિર રાહીમભાઈ મેતર, (૨) ઈમ્તિયાઝ ઉર્ફે પોપટ જાવીદભાઈ બ્લોચ, (૩) કૌશિક દુર્લભભાઈ દાફડા, (૪) અકિલ ફિરોઝભાઈ સીડા (જૂનાગઢ), (૫) હમીદ ઉર્ફે ભૂરો યુનુસભાઈ સમાં, (૬) નાસીર ઉર્ફે ભેલી રાયમલ શેખ,  (૭) સોયબ રાહીમભાઈ ફુલશેઠા, (૮) રિઝવાન ઉર્ફે ભૂરો વલીભાઈ તથા (૯) અફઝલ ઇસ્માઇલભાઈ બ્લોચ રહે. હનુમાનપરા, વિસાવદર જી. જૂનાગઢને રાઉન્ડ અપ કરી, કોરોના ટેસ્ટ કરાવ્યા બાદ ધરપકડ કરવામાં આવેલ છે. પકડાયેલ તમામ આરોપીઓના કબજામાંથી ગુન્હામાં વાપરેલ હથિયારો તેમજ વાહનો કબજે કરવા તજવીજ હાથ ધરી, પોલીસ રિમાન્ડ મેળવવાની કાર્યવાહી કરવા તજવીજ હાથ ધરવામાં આવેલ છે. ઉપરાંત, આ ગુન્હામાં સંડોવાયેલ મુખ્ય આરોપીઓને, લોકોનો ડર ઓછો કરવા, જે જગ્યાએ બનાવ બન્યો હતો તે જગ્યાની આસપાસ સાથે રાખી,  વિસાવદર પોલીસ દ્વારા રિકન્સ્ટ્રકશન પંચનામું પણ કરવામાં આવ્યું હતું. લોકો કુતુહલ પૂર્વક આરોપીઓને જોવા નિકલ્યા હતા.

જિલ્લા પોલીસ વડા   રવિ તેજા વાસમ શેર્ટ્ટીં તથા જુનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજા દ્વારા જૂનાગઢ ડિવિઝન તેમજ વિસાવદર વિસ્તારના કોઈપણ જગ્યાએ પકડાયેલ આરોપીઓ દ્વારા લુખ્ખાગીરી કરવામાં આવેલ હોઈ, લોકોને ડરવાની જરૂર નથી અને પોતાની સમસ્યા બાબતે પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવા તેમજ પોલીસ અધીકારીઓનો સંપર્ક કરર્વાં પોલીસની એક યાદીમાં જણાવવામાં આવેલ છે.

(1:06 pm IST)