Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd September 2021

જામનગરમાં ત્રિદિવસીય ગુજરાતની પ્રથમ મેજર રેકીંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ યોજાશે

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર,તા.૨૨: જામનગર ડીસ્ટ્રીકટ ટેબલ ટેનીસ એશોસીએશન(જેડીટીટીએ) તથા જીએસટીટીએ દ્વારા યોજાનાર પ્રથમ મેજર રેંકીગ ટેબલ ટેનીસ ટુર્નામેન્ટ જામનગરમાં આગામી તારીખ ૨૪, ૨૫ અને ૨૬ ના રોજ જે.એમ.સી. સ્પોર્ટસ સંકુલ ખાતે યોજાનાર છે.

રાજયસ્તરના રમતવિરોના ચયન તથા સ્પર્ધા જામનગરમાં યોજાવા જઇ રહી છે તે જામનગરમાટે ખુબજ ગૌરવની વાત કહેવાય અને આ સ્પર્ધામાં સમગ્ર ગુજરાતના ટેબલ ટેનીસ ના પ્લેયર્સ ઉત્સાહ સાથે ભાગ લેનાર છે.

 આ સ્પર્ધા માટે ગુજરાતભર માંથી ૨૨૫ થી ૨૫૦ જેટલા પાર્ટીસીપન્ટસે ભાગ લેશે. રાજયની રેંકીગ ટુર્નામેન્ટ પોંઇન્ટ પર આધારીત રહેતી હોય છે. વિજેતાઓ રોકડ ઇનામો ની સાથે પોઇન્ટસ મેળવતા હોય છે. સૌથી વધુ પોઇન્ટસ મેળવનાર વિજેતા ગુજરાતની ટીમમાં સમાવેશ થાય છે. આ ટુર્નામેન્ટ દ્વારા ગુજરાતની આગામી ટીમના પ્લેયર્સ નક્કી થતા હોય છે.  સ્પર્ધા માટે ઈન્ટરનેશનલ તથા નેશનલ લેવલ પર રીફર કરાતા હોય તેવા રેફ્રી સમગ્ર મેચીસનું નિરીક્ષણ કરશે.

આ સ્પર્ધાનું આયોજન જામનગર માં કરવા પાછળનું જામનગર ડીસ્ટ્રીકટ ટેબલ ટેનીસ એશોસીએશન નો મુખ્ય ઉદ્દેશ્ય જામનગરના બાળકો તથા યુથમાં સ્પોર્ટસ્ અંગેની જાગૃતી તથા પ્રેરણા આપવાનું છે. આ સ્પર્ધામાં જામનગરની અગ્રગણ્ય શાળાઓના પ્રિન્સીપાલ તથા સ્પોર્ટસ ટીચરોને હાજર રહી શાળામાં સ્પોર્ટસના પ્રસાર પ્રચાર માટે ખાસ આમંત્રીત કરવામાં આવેલ છે. જેડીટીટીએ ની ટીમ ટેબલ ટેનીસમાં આગળ વધવા માંગતા વિદ્યાર્થીઓ, બાળકો માટે યોગ્ય સવલતો ઉભી કરવા માટે કટીબધ્ધતા ધરાવે છે.

જામનગરમાં આવી રાજયકક્ષાની ટુર્નામેન્ટ નું આયોજન જેડીટીટીએ ની સમગ્ર ટીમની મહેનત દ્વારા શકય બન્યુ છે તેવું જેડીટીટીએ ના પ્રેસીડેન્ટ વિક્રમસિંહ જાડેજાનું માનવું છે. આ કાર્યક્રમને સફળ બનાવવા જેડીટીટીએ ના સમગ્ર કાર્યકારી સદશ્યો જેમાં વાઇસ પ્રેસીડેન્ટ જયેશ શાહ, સેક્રેટરી શ્રી પ્રકાશ નંદા, ટ્રેઝરર કમલેશ પરમાર, જોઇન્ટ સેક્રેટરી ઉર્મીલ શાહ તથા મીડીયા ઇન્ચાર્જ ઉદય કટારમલ દ્વારા સમગ્ર કાર્યક્રમ માટેની તૈયારીઓ કરવામાં આવેલ છે. (તસ્વીરઃ કિંજલ કારસરીયા, જામનગર)

(12:53 pm IST)