Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd September 2021

જુનાગઢમાં જુગાર રમતા ૪ મહિલા બે શખ્સો ઝબ્બે

રૂ.૭૦ હજારની રોકડ સહિત રૂ.૮૩ હજારનો મુદામાલ કબ્જે

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા.રરઃ    જુનાગઢમાં આજે પોલીસે ૪ મહિલા અને બે શખ્સોને જુગાર  રમતા ઝડપી લઇ રૂ.૭૦ હજારની રોકડ સહિત રૂ.૮૩ હજારનો મુદામાલ કબજે કર્યો હતો.

જુનાગઢમાં લીરબાઇ દ્વારા રેલવે ફાટક પાસે રહેતી કાંતાબેન મનસુખનાં રહેણાંક મકાનમાં જુગાર રમતા હોવાની બાતમી મળતા પોલીસ હેડ કગવાટર એટેચમાં ક્રાઇમબ્રાંચના પી.એસ.આઇ. એ.ડી.વાળા વગેરેએ દરોડો પાડયો હતો.

આકાર્યવાહીમાં પોલીસે જુગાર રમી રહેલા કાંતાબેન મનસુખ રાઠોડ, વિલાસબેન  ભુપતભાઇ ખાંભલા, રાજીબેન માલદે જાડેજા, કાજલ ચંદ્રેશભાઇ દેત્રોજા, જીજ્ઞેશ હરિલાલ ચાવડા અને રમેશભાઇ મોહનભાઇ રાઠોડને ઝડપી લીધા હતા.

પોલીસે જુગારીઓ પાસેથી રૂ.૭૦,૬ર૦ની રોકડ, ચાલના રૂ.૪૦૦૦ તથા રૂ.૯૦૦૦ની કિંમતના પાંચ મોબાઇલ ફોન મળી કુલ રૂ.૮૩,૬ર૦નો મુદામાલ કબ્જે કરી તમામની સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

(11:50 am IST)