Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd September 2021

ભુપેન્દ્રભાઇ પટેલ તથા રાજ્ય મંત્રીઓની શુભેચ્છા મુલાકાતે ગિરીશભાઇ કોટેચા સહિત જૂનાગઢ ભાજપ ટીમ

જૂનાગઢ : ભારતીય જનતા પાર્ટી જુનાગઢ મહાનગરનાં પ્રમુખશ્રી પુનિતભાઈ શર્માનાં નૈતૃત્વમા જુનાગઢ મહાનગર સંગઠનનાં હોદ્દેદારો મહામંત્રી શ્રી સંજયભાઈ મણવર ભરતભાઈ શીંગાળા પદાધિકારીઓ ડેપ્યુટી મેયર શ્રી હિમાંશુભાઈ પંડ્યા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી રાકેશભાઈ ધુલેશીયા શાસક પક્ષ નાં નેતા શ્રી નટુભાઇ પટોળીયા તથા ભારતીય જનતા પાર્ટી સુરેન્દ્રનગર જીલ્લા મહામંત્રીશ્રી હિતેન્દ્રસિંહ ચૌહાણ સહિતના આગેવાનો એ ગુજરાત સરકારનાં મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ તથા નવનિયુકત મંત્રીશ્રીઓ શ્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદી, શ્રી જીતુભાઈ વાઘાણી, શ્રી રૂષિકેશભાઇ પટેલ, શ્રી પુર્ણેશભાઇ મોદી, શ્રી રાઘવજીભાઇ પટેલ, શ્રી કનુભાઈ દેસાઈ, શ્રી કીરીટસિંહ રાણા, શ્રી નરેશભાઈ પટેલ, શ્રી પ્રદીપભાઈ પરમાર, શ્રી અર્જુનસિંહ ચૌહાણ, શ્રી હર્ષભાઇ સંદ્યવી, શ્રી જગદીશભાઈ પંચાલ, શ્રી બ્રિજેશભાઇ મેરજા, શ્રી જીતુભાઇ ચૌધરી, શ્રી મુકેશભાઈ પટેલ, શ્રી અરવિંદભાઈ રૈયાણી, શ્રી કુબેરભાઇ ડીંડોરા, શ્રી કિર્તિસિંહ વાદ્યેલા, શ્રી ગજેન્દ્રસિંહ પરમાર, શ્રી રાદ્યવજીભાઇ મકવાણા, શ્રી વિનોદભાઈ મોરડીયા, શ્રી દેવાભાઈ માલમ સાથે શુભેચ્છા મુલાકાત લીધી હતી જે ભારતીય જનતા પાર્ટી જુનાગઢ મહાનગરનાં મિડિયા વિભાગનાં સંજય પંડ્યાની યાદી જણાવે છે. પૂર્વ ડેપ્યુટી મેયર ગિરીશભાઇ કોટેચાએ શૈલેષ દવે, નિલેશ ધુલેશીયા, કિશોર કુહાડા સહિતના ભાજપના આગેવાનોને સાથે રાખી ગુજરાત રાજ્યના નવનિયુકત મંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ શિક્ષણ મંત્રી જીતુભાઇ વાઘાણીઘ રાઘવજીભાઇ પટેલ, બ્રિજેશભાઇ મેરજા, દેવાભાઇ માલમ સહિતના મંત્રીઓની મુલાકાત લઇ પુષ્પગુચ્છ આપી અભિનંદન પાઠવ્યા હતા જે તસ્વીરોમાં નજરે પડે છે. (અહેવાલ : વિનુ જોશી, તસ્વીરઃ મુકેશ વાઘેલા-જૂનાગઢ)

(11:47 am IST)