Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd September 2021

હળવદ તાલુકા પંચાયતની રણછોડગઢ-૧૬ બેઠકની પેટા ચૂંટણીમાં ત્રીપાંખીયો જંગ

 ( દીપક જાની દ્વારા ) હળવદ : તાલુકા પંચાયતની રણછોડગઢ બેઠકની પેટા ચૂંટણી તાજેતરમાં જ જાહેર થઈ હતી અને  આ બેઠક પર ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હોય ત્યારે ભાજપ,કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારોએ વિજય મુહૂર્તમાં ફોર્મ ભર્યા હતા. રણછોડગઢ-૧૬ બેઠકની પેટાચૂંટણીમાં ત્રિપાંખિયો જંગ જામશે . આ બેઠકની પેટાચૂંટણીના ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હોય જેમાં કોંગ્રેસ પક્ષ તરફથી સરંભડા ગામના ભારતીબેન ગોપાલભાઈ દોરાલા,ભાજપ તરફથી રણછોડગઢના હર્ષાબેન મહેશભાઈ કોપેણીયા,અને આમ આદમી પાર્ટી તરફથી રાઈધ્રાંના અનુબેન કુકવાવાએ ફોર્મ ભર્યા છે. રણછોડગઢ તાલુકા પંચાયતની બેઠકની પેટા ચૂંટણીમાં આ વખતે એક પણ અપક્ષ ઉમેદવારે ફોર્મ ભર્યું નથી જેથી ભાજપ,કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ત્રણેય ઉમેદવારો વચ્ચે સીધો ચૂંટણી જંગ જામશે જોકે અત્યાર થી જ ત્રણેય પક્ષ દ્વારા મતદારોને પોતાના તરફ ખેંચવાના પ્રયાસો કરી દેવામાં આવ્યા  છે.

(11:44 am IST)